<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

લગ્નમાં મહેમાનો ડિજિટલ આશીર્વાદ આપી શકે એ માટે દુલ્‍હનના પિતાએ શર્ટમાં જ QR કોડ લગાવી દીધો

નવી દિલ્‍હી તા.૧: ૧૦૦ ટકા સાક્ષર કેરળ રાજ્‍યમાં એક લગ્નપ્રસંગમાં અનોખી ઘટના જોવા મળી. આ લગ્નમાં દુલ્‍હનના પિતા શર્ટની અંદર જ QR કોડ પ્રિન્‍ટ કરીને ફરતા જોવા મળ્‍યા હતા. મહેમાનો આવે અને આશીર્વાદરૂપે ચાંદલો લખાવવા માગે તો કોઈ કવરની જરૂર ન પડે અને ડિજિટલ ભારતના વિઝનને પ્રોત્‍સાહન મળે એ માટે તેમણે ડિજિટલ પેમેન્‍ટની વ્‍યવસ્‍થા કરી નાખી હતી. દુલ્‍હનના પિતાએ તો પોતાના શર્ટ પર જ મ્‍ય્‍ કોડ ચીપકાવી દીધો હતો એટલે લોકો તેમને મળીને ડિજિટલ આશીર્વાદ જમા કરાવી દઈ શકે. આ લગ્નનો એક વિડિયો પણ સોશ્‍યલ મીડિયામાં પોસ્‍ટ કરવામાં આવેલો, જેમાં મહેમાનો તેમને શુભેચ્‍છા આપવાની સાથે સ્‍કેનરથી ડિજિટલ આશીર્વાદ જમા કરાવતા હોય છે

 

(3:51 PM IST)