ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાનનું મોટું ષડયંત્રઃ મોટાપાયે આતંકી હુમલાની તૈયારી
પાકિસ્તાને બોર્ડર એક્શન ટીમ દ્વારા કમાન્ડો ખડકયાઃ ૩૦૦થી ૪૦૦ આતંકીઓ મદદ માટે ખડેપગે રાખ્યાઃ ભારતીય સેના હાઈ એલર્ટ પર

જમ્મુઃ ગુપ્તચર અહેવાલોએ એલઓસી પર પાકિસ્તાની સેનાની નવી નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. અહેવાલો મુજબ, પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર 'બેટ' (બોર્ડર એક્શન ટીમ) દ્વારા કમાન્ડો હુમલા તેજ કરવાની તૈયારી કરી છે. આ માટે પાક. સેનાએ તેના વિશેષ કમાન્ડોની સાથે ત્રણસોથી ચારસો આતંકવાદીઓને પણ તૈનાત કર્યા છે. આ કાવતરાને પગલે, ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી રૂપે પોતાની સરહદી ચોકીઓ પર કમાન્ડો તૈનાત કરી દીધા છે અને સમગ્ર નિયંત્રણ રેખા પર સૈન્યને ઉચ્ચ સતર્કતા (હાઈ એલર્ટ) પર રાખવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓને મળેલા વિશ્વસનીય ગુપ્તચર અહેવાલોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાનના એક મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો છે. સંરક્ષણ સૂત્રો આ અહેવાલોની પુષ્ટિ કરતાં જણાવે છે કે પાકિસ્તાની સેના એલઓસી પર 'બેટ' હુમલાઓ કરવાની ફિરાકમાં છે.
માહિતી મુજબ, આ હુમલાઓને અંજામ આપવા અને શષવિરામનો ભંગ કરી મોટાપાયે ઘૂસણખોરી કરાવવા માટે, પાકિસ્તાની સેનાએ એલઓસીની પેલે પાર વિવિધ સેક્ટરોમાં તેના વિશેષ કમાન્ડો તૈનાત કર્યા છે. આ કમાન્ડોને મદદ કરવા માટે ત્રણસોથી ચારસો આતંકવાદીઓને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનનો ઈરાદો શિયાળો શરૂ થાય તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે વધુને વધુ આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો છે.
ભારતીય સેનાની જડબાતોડ તૈયારી
પાકિસ્તાનના આ નાપાક ઈરાદાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ પણ કમર કસી લીધી છે. એલઓસી પર સ્થિત ઘણી સંવેદનશીલ સરહદી ચોકીઓ પર ભારતીય સેનાએ પણ પોતાના વિશેષ કમાન્ડો દળોની તૈનાતી કરી દીધી છે. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, દુશ્મનના કોઈપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સૈન્ય સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક છે.
તાજેતરમાં જ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીના એક પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો, જેને પણ આ 'બેટ' હુમલાની રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.
ભૂતકાળમાં 'બેટ' ટુકડી રહી છે ક્રૂર
એલઓસી પર 'બેટ' એટલે કે બોર્ડર રેડર્સના હુમલા કોઈ નવી વાત નથી. પાકિસ્તાની સેનાએ કારગિલ યુદ્ધમાં મળેલી હાર બાદ શરમજનક રીતે 'બોર્ડર રેડર્સ' ટીમની રચના કરી હતી. આ ટીમે છેલ્લા બાવીસ વર્ષોમાં અનેકવાર ભારતીય ચોકીઓ પર હુમલા કરી ભારતીય સેનાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
ખાસ કરીને રજૌરી અને પૂંચના વિસ્તારો 'બેટ' હુમલાઓથી સૌથી વધુ ત્રસ્ત રહ્યા છે, કારણ કે આ વિસ્તારોમાં ઘણી ફોરવર્ડ પોસ્ટ એવી જગ્યાએ છે જ્યાં પહોંચવું મુશ્કેલ હોય છે. 'બેટ' ટુકડી ભારતીય સૈનિકો સાથે અત્યંત નૃશંસ અને અમાનવીય વ્યવહાર કરવા માટે કુખ્યાત છે. ભૂતકાળમાં અનેકવાર આ ટુકડીએ ભારતીય જવાનોના શિરચ્છેદ કરી, તેમના પાર્થિવ દેહ સાથે ક્રૂરતા આચરી છે.
જાણોઃ કોણ છે પાકિસ્તાનની ખૂની ટુકડી 'બેટ'?
જ્જ ‘બેટ'નું આખું નામ 'બોર્ડર એક્શન ટીમ' છે. તેને 'બોર્ડર રેડર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્જઆ ટુકડી પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના કમાન્ડો અને આતંકવાદીઓનું એક ભયાનક મિશ્રણ છે.
જ્જતેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સીધી જ માહિતી અને સૂચનાઓ પૂરી પાડવામાં આવે છે.
જ્જ‘બેટ' ટુકડી એલઓસી પર છાપામાર યુદ્ધ (ગેરિલા વોરફેર)માં નિપુણ હોય છે.
જ્જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સીમામાં એકથી ત્રણ કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કરવાનો હોય છે.
જ્જ આ કમાન્ડોને લગભગ આઠ મહિનાની આકરી તાલીમ આપવામાં આવે છે, જેમાં ચાર અઠવાડિયાની હવાઈ યુદ્ધની તાલીમ પણ સામેલ છે.
જ્જ આ ટુકડીનો મુખ્ય હેતુ સરહદ પાર જઈ નાના હુમલા કરીને ભારતીય સૈનિકોમાં દહેશત ફેલાવવાનો અને 'ઈનામ' તરીકે સૈનિકોના શિર કાપીને પોતાની સાથે લઈ જવાનો હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
