હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભૂખમરા વચ્ચે ઘેરાયેલું ગાઝા: હમાસે રસ્તાની વચ્ચે 'ફૂડ ટ્રક' લૂંટી લીધો! અમેરિકાએ જાહેર કર્યો ડ્રોન વીડિયો
ગાઝાના લોકો ભૂખથી ત્રાહિમામ, પણ હમાસના કાર્યકરો માનવતાવાદી સહાયનો પુરવઠો ચોરી ગયા; CMCC દ્વારા ઘટનાનું નિરીક્ષણ

નવી દિલ્હીઃ યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ એક ચોંકાવનારો ડ્રોન વીડિયો શેર કરીને દક્ષિણ ગાઝા પટ્ટીમાં હમાસના કાર્યકરો પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ આક્ષેપ મુજબ, ભૂખમરાથી પીડિત ગાઝાના લોકો માટે આવેલી આવશ્યક સહાયથી ભરેલી ટ્રકને હમાસના શંકાસ્પદ કાર્યકરોએ બળજબરીથી લૂંટી લીધી છે.
કિરયાત ગેટ સ્થિત યુએસ-નેતૃત્વ હેઠળના CMCC (સિવિલ-મિલિટરી કોઓર્ડિનેશન સેન્ટર) દ્વારા આ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
CENTCOM ના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હમાસ કાર્યકરોએ ટ્રકના ડ્રાઇવર પર હુમલો કર્યો અને તેને રસ્તાની વચ્ચે ધકેલી દીધો.
ત્યારબાદ આ કાર્યકરો ટ્રક અને તેમાં રહેલો તમામ સહાય પુરવઠો ચોરીને ભાગી ગયા. હાલમાં ડ્રાઇવરની સ્થિતિ અંગે કોઈ માહિતી મળી નથી.
CENTCOM નો સખત નિંદા: "આવી લૂંટની ઘટનાઓ ગાઝાને સહાય પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને નબળી પાડે છે, જ્યારે ત્યાંના નાગરિકોને આ સહાયની તાત્કાલિક જરૂર છે."
ડ્રોન વીડિયો સામે આવ્યા બાદ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ X પર હમાસની સખત નિંદા કરી.
તેમણે લખ્યું: "હમાસ ગાઝાના લોકોને આવશ્યક માનવતાવાદી સહાયથી વંચિત રાખી રહ્યું છે."
રુબિયોએ આરોપ મૂક્યો કે હમાસ પુરવઠો અવરોધિત કરીને નાગરિક રાહતમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. તેમણે હમાસને શસ્ત્રો મૂકવા અને લૂંટ બંધ કરવા હાકલ કરી.
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ છેલ્લા અઠવાડિયામાં ગાઝામાં દરરોજ 600થી વધુ ટ્રક ભરેલી સહાય મોકલી છે. જોકે, ઓગસ્ટમાં પ્રકાશિત થયેલા યુએનના એક અહેવાલમાં પણ અગાઉ ખુલાસો થયો હતો કે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં પહોંચતી મોટાભાગની સહાય પેલેસ્ટિનિયન પ્રદેશની અંદર લૂંટાઈ ગઈ હતી. આ નવી ઘટનાએ સહાય પહોંચાડવાની કામગીરીમાં સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
