<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

યુક્રેનનો રશિયા પર ભીષણ ડ્રોન ઓપરેશન: તુઆપ્સે પોર્ટ પર મચી તબાહી, ૧૬૪થી વધુ ડ્રોન હુમલાથી ઓઇલ ટર્મિનલને ભારે નુકસાન

બ્લેક સી પરના મહત્ત્વના રશિયન ક્રૂડ ટર્મિનલ પર જબરદસ્ત પ્રહાર; કિવ દ્વારા સૈન્ય લોજિસ્ટિક્સને રોકવા અને રશિયાના યુદ્ધ ખર્ચ વધારવાના ઇરાદે હુમલાઓ તેજ.

મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન દ્વારા રવિવારે રાત્રે રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા પૈકીનો એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાળા સમુદ્ર (Black Sea) પર સ્થિત રશિયન બંદર તુઆપ્સે પોર્ટ ને મોટું નુકસાન થયું છે.
 આગ અને ક્ષતિ: હુમલો એટલો ભીષણ હતો કે પોર્ટના એક હિસ્સામાં ભારે આગ લાગી હતી. આના કારણે રશિયાનું મહત્ત્વનું ક્રૂડ ઓઇલ ટર્મિનલ પ્રભાવિત થયું છે.
 રશિયાનો દાવો: રશિયાના એર ડિફેન્સ યુનિટે દાવો કર્યો હતો કે, હુમલા દરમિયાન તેમણે યુક્રેનના ૧૬૪થી વધુ ડ્રોન હવામાં જ નષ્ટ કરી દીધા હતા. જોકે, કાટમાળ પડવાના કારણે પોર્ટના માળખાગત ઢાંચાને નુકસાન પહોંચ્યું અને આગ લાગી.
પ્રાદેશિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ડ્રોન હુમલાના પરિણામ સ્વરૂપ તુઆપ્સે ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું. તુઆપ્સે ઓઇલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત તુઆપ્સે ઓઇલ રિફાઇનરી ને યુક્રેન દ્વારા અવારનવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ક્રાસ્રોડાર વહીવટીતંત્રે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "તુઆપ્સેમાં યુએવી (માનવ રહિત હવાઈ હુમલા)નો જવાબ આપવામાં આવી રહ્યો છે."
કિવ (યુક્રેન) એ રશિયન વીજ ગ્રીડ પરના હુમલાનો બદલો લેતાં રશિયન ક્રૂડ રિફાઈનરી, ડેપો અને પાઈપલાઈન પર હુમલાઓ વધાર્યા છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ:ઈંધણ પુરવઠાને નષ્ટ કરવો.  સૈન્ય લોજિસ્ટિક્સમાં રોડા નાખવા.  રશિયન યુદ્ધ ખર્ચમાં વધારો કરવો.
તુઆપ્સેની બહાર સ્થિત સોસ્રોવી ગામમાં ડ્રોનનો કાટમાળ પડતાં એક એપાર્ટમેન્ટ ક્ષતિગ્રસ્ત થયું છે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

(1:36 PM IST)