<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનો આસામના મુખ્યમંત્રી પર પ્રહાર

'હિમંતા સરમા આસામ રાજ્યનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી: સત્તા ગુમાવવાના ડરથી અનાપસનાપ નિવેદનો આપે છે'

ગુવાહાટી: કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટીકા કરતા કહ્યું છે કે તેઓ આસામ રાજ્યનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી. ગોગોઈએ દાવો કર્યો કે મુખ્યમંત્રીના તાજેતરના નિવેદનો દર્શાવે છે કે તેઓ સત્તા ગુમાવવાનો ડર અનુભવી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી હિમંતા સરમાએ અગાઉ કોંગ્રેસના એક સાંસદને 'પાકિસ્તાની એજન્ટ' ગણાવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ પ્રકારના બેજવાબદાર નિવેદનો મુખ્યમંત્રીની હતાશા દર્શાવે છે.

(4:19 PM IST)