<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

મતદાર યાદી પુન:નીરીક્ષણના વિરોધમાં ૪ નવેમ્બરે તૃણમૂલ કોંગ્રેસ રસ્તા પર ઉતરશે

ટીએમસી નેતૃત્વએ દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ જાણી જોઈને દૂર કરવામાં આવ્યા છે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે (ટી એમ સી) મતદાર યાદીના પુન:નીરીક્ષણ પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપો સાથે ૪ નવેમ્બરના રોજ રાજ્યભરમાં મોટું વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. 

 

ટીએમસી નેતૃત્વએ દાવો કર્યો છે કે આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ જાણી જોઈને દૂર કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષ આ પ્રદર્શન દ્વારા ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માંગે છે.

(4:23 PM IST)