News of Sunday, 2nd November 2025
"પાટનગરમાં ગાઢ પ્રદૂષણ, સતત કથળી રહેલી હવાના મુદ્દાને 'જિંદગી-મૃત્યુનો સવાલ' ગણાવ્યો અને રાજનીતિથી ઉપર ઉઠીને મોડી સરકારના દરેક પગલાને કોંગ્રેસનું સમર્થન જાહેર કર્યું: આકરા પગલા લેવા હાકલ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી-એનસીઆરમાં સતત કથળી રહેલી હવા અને ધુમ્મસના ગાઢ પ્રદૂષણ અંગે ગહન ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દાને 'જિંદગી-મૃત્યુનો સવાલ' ગણાવીને તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રીને અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ ગંભીર કટોકટીના સમયે રાજકારણ કરવું યોગ્ય નથી. તેમણે વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને કહ્યું કે, "તમે કડક પગલાં લો, આ ગંભીર મુદ્દે અમારું પણ સંપૂર્ણ સમર્થન છે."
આ અપીલ દ્વારા તેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલિત અને અસરકારક કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. દિલ્હીની ખરાબ હવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને તેમણે નેતાઓને રાજધાનીના નાગરિકોને રાહત આપવા માટે સક્રિય થવા વિનંતી કરી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીના ગંભીર પ્રદૂષણ મુદ્દે વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રીને કડક પગલાં લેવા માટે અપીલ કરી. તેમણે આ મુદ્દાને 'જિંદગી-મૃત્યુનો સવાલ' ગણાવ્યો અને રાજનીતિથી ઉપર ઉઠીને સરકારના દરેક પગલાને કોંગ્રેસનું સમર્થન જાહેર કર્યું.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
