News of Monday, 3rd November 2025
યુએસમાં શટડાઉનથી લાખ્ખો પરિવારો માટે ભૂખમરાનું જોખમ
ઓછી આવક ધરાવતા પરિવારો મુશ્કેલીમાં: ૬૦ લાખ પરિવારને ઊર્જા સહાયમાં વિલંબ, શિયાળામાં ઘરોને ગરમ રાખવાનું મુશ્કેલ : ૫ સપ્તાહથી ચાલતા શટડાઉન મોટાભાગની સરકારી સહાય બંધ ગરીબો, વૃદ્ધો અને સરકારી સહાય પર નભતા લોકો માટે ભયાનક સ્થિતિ

હાર્ટફોર્ડ (યુએસ) તા.૩: અમેરિકામાં સરકારી શટડાઉન હવે પાંચમાં સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે ઓછી આવક ધરાવતા અને નિવૃત્ત જીવન જીવતા લાખ્ખો માટે જીવન મુશ્કેલ બન્યું છે. સોશિયલ સિક્યોરિટી, હોમ હીટિગ સહાય કાર્યક્રમ, ફૂડ સહાયમાં વિલંબ થઈ રહ્યો અને તેનાથી પરિવારો માટે આ શિયાળામાં તેમના ધરોને ગરમ રાખવામાં અને કરિયાણું મેળવવામાં ઝઝુમી રહ્યાં છે.
૭૪ વર્ષીય નિવૃત્ત સ્કૂલ સહાયક જેક્લીન ચેપમેન ગુજરાન ચલાવવા માટે ૬૩૦ ડોલરના માસિક સામાજિક સુરક્ષા સહાય પર આધાર રાખે છે. તેમને ફેડરલ ફૂડ સહાય લાભો પણ મળી રહ્યાં છે. હવે તેમને ખબર પડી છે કે ફિલાડેલ્ફિયા એપાર્ટમેન્ટ ગરમ કરવા માટે મળતી સહાય પણ જોખમમાં છે. હું ભયાનક સમયમાં જીવી રહ્યો છું. તમને ખબર હોય કે તમારી પાસે મર્યાદિત ભંડોળ સાથે કામ કરવાનું છે ત્યારે આરામ કરવો સરળ નથી. તમે ઘણું બધું કરી શક્તા નથી. અમેરિકામાં નીચી આવક ધરાવતા લોકોને ૪.૧ અબજ ડોલરની હોમ એનર્જી સહાયતા પ્રોગ્રામ હેઠળ સહાય મળે છે. તેનાથી લાખો પરિવારો તેમના ઘરોને ગરમ અને ઠંડુ રાખી શકે છે.
અમેરિકાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે, ત્યારે કેટલાક રાજ્યો ચેતવણી આપી રહ્યાં છે કે ફેડરલ સરકારના શટડાઉનને કારણે આ કાર્યક્રમ હેઠળની સહાયમાં વિલંબ થશે. ફેડરલ ફંડથી ચાલતા હીટિગ અને કૂલિગ સહાય કાર્યક્રમ હેઠળ આશરે ૬૦ લાખ પરિવારને મળતી સહાય સામે જોખમ ઊભું થયું છે વધુમાં આમાંથી મોટાભાગના પરિવારો માટે પૂરક પોષણ સહાય કાર્યક્રમ (SNAP) હેઠળના લાભો અચાનક મુલતવી રખાય છે. આ પ્રોગ્રામ મારફત લગભગ ૮ માંથી ૧ અમેરિકનને કરિયાણાની ખરીદી કરવામાં મદદ મળે છે. સામાજિક સુરક્ષાની બીજી યોજનાઓ માટે પણ પૈસા ખતમ થઈ રહ્યાં છે અને ઊર્જાના ભાવ વપી રહ્યાછે. નેશનલ એનર્જી આસિસ્ટન્સ ડિરેક્ટર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્ક વોલ્ફે જણાવ્યું હતું કે જો આપણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવીએ તો દેશના ઘણા ગરીબ પરિવારો પર તેની ઊંડી અસર પડશે. આ મહત્ત્વની સરકારી સહાયતા છે અને તેના સામે જોખમ ઊભું થયું છે. તાજેતરના ઇતિહાસમાં અમેરિકામાં આવો કોઇ મુશ્કેલ સમય જોવા મળ્યો નથી. લો-ઇનકમ હોમ એનર્જી આસિસ્ટન્ટ પ્રોગ્રામ (LI-HEAP)થી પરિવારોને યુટિલિટી બિલો અથવા ઘરને ગરમ કરવા માટે તેલ જેવા ઇંધણના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે. ફેડરલ સહાયથી રાજ્યો આ પ્રોગ્રામનું સંચાલન કરે છે. પ્રેસિડન્ટ પેનાલ ટ્રમ્પે તેમના બજેટમાં ઊર્જા સહાયમાં વિલંબની મોટાભાગની રાજ્યોની ચેતવણી કેન્સાસ, પેન્સિલવેનિયા, ન્યૂયોર્ક અને મિનેસોટા સહિતના કેટલાક રાજ્યોએ જાહેરાત UHEAP પ્રોગ્રામ હેઠળની સહાયમાં વિલંબ થવાની જાહેરાત કરી છે. પેન્સિલવેનિયામાં ૧ લાખ પરિવારો માટે આ પ્રોગ્રામ હેઠળની સહાય ડિસેમ્બર સુધી ન મળે તેવી શક્યતા છે. મિનેસોટાએ એક મહિનાના વિલંબની જાહેરાત કરી છે.
આ કાર્યક્રમ માટે શૂન્ય ભંડોળની દરખાસ્ત કરી છે, પરંતુ એવી ધારણા છે કે સંસદ ૧ ઓક્ટોબરથી શરૂ થતા બજેટ વર્ષ માટે LIHEAP હેઠળ ભંડોળની ફાળવણી કરશે. પરંતુ સંસદે હજુ સુધી ૨૦૨૬નું સંપૂર્ણ ખર્ચ બિલ પસાર કર્યું ન હોવાથી રાજ્યોને હજુ સુધી તેમની નવી ફાળવણી મળી નથી.(૩૮.૩)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
