News of Monday, 3rd November 2025
રૂ.૫,૮૧૭ કરોડની રકમની રૂ.૨૦૦૦ની નોટ હજુ પણ લોકોના કબજામાં
હજુ પણ લોકો પાસે છે રૂ.૨૦૦૦ની ચલણી નોટ

નવી દિલ્હી,તા.૦૩: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મે ૨૦૨૩માં રૂ. ૨,૦૦૦ની ચલણી નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે લોકોને ચલણી નોટ જમા કરાવવા માટેની સુવિધા અને સમય પણ આપવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી રૂ.૨૦૦૦ની અનેક ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)માં જમા થઈ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જમા ન થયેલી રૂ.૨૦૦૦ની ચલણી નોટનો ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે.
મે ૨૦૨૩માં RBI દ્વારા કુલ રૂ. ૩.૫૬ લાખ કરોડ રકમની રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પરત ખેંચવામાં આવી હતી. આ પૈકી કેટલી ચલણી નોટ જમા કરવામાં આવી છે, એ અંગે ય્ગ્ત્એ આંકડા જાહેર કર્યા છે. RBI દ્વારા જાહેર કરાયેલા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના આંકડા મુજબ, રૂ. ૩.૫૦ લાખ કરોડની રકમની રૂ.૨૦૦૦ની ચલણી નોટ જમા થઈ ગઈ છે.
જ્યારે રૂ. ૫,૮૧૭ કરોડની રકમની રૂ.૨૦૦૦ની નોટ હજુ પણ જનતાના કબજામાં છે. જેના પરત આવવાની રાહ જોવાઈ રહી છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રૂ.૨૦૦૦ની બાકીની નોટો સંપૂર્ણપણે પરત ન આવે ત્યાં સુધી તે કાયદેસર ચલણ (Legal Tender) તરીકે યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૩માં રૂ. ૨૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત પછી, RBI એ લોકોને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી તમામ બેંક શાખાઓમાં નોટો બદલવાની સુવિધા આપી હતી. જોકે, હવે આ પ્રક્રિયા માત્ર ૧૯ RBI ઓફિસો સુધી મર્યાદિત કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ઈ-ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, ઈ-નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમની RBI ઓફિસનો સમાવેશ થાય છે.
આ સિવાય કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા અથવા ઈન્ડિયા પોસ્ટ મારફતે રૂ. ૨૦૦૦ની ચલણી નોટને ય્ગ્ત્ની કોઈપણ જારી કરતી ઓફિસમાં મોકલી શકે છે, જેથી તે રકમ તેમના બેંક ખાતામાં જમા થઈ શકે.
નવેમ્બર ૨૦૧૬માં દેશમાં નોટબંધીની જાહેરાત બાદ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટો બંધ કરવામાં આવી હતી અને ઉચ્ચ મૂલ્યની નોટોની અછતને દૂર કરવા માટે રૂ.૨૦૦૦ની ચલણી નોટ રજૂ કરવામાં આવી હતી. બજારમાં અન્ય મૂલ્યોની નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયા પછી, RBI એ ૧૯ મે, ૨૦૨૩ના રોજ ‘ક્લીન નોટ નીતિ' (Clean Note Policy) હેઠળ તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
