<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

*સમાચારો ઉડતી નજરે*

* તેલંગાણાના રંગારેડ્ડીમાં ભીષણ અકસ્માત: બસ-ડમ્પર ટકરાતા ૧૭ના કરૂણ મોત, અનેક ઘાયલ* મૃત્યુઆંક વધવાની ભીતિ:

* દિલ્હીમાં પ્રદૂષણ વધતાં પગલાં: હવાને સ્વચ્છ કરવા 'કર્તવ્ય પથ'ની આસપાસ પાણીનો છંટકાવ શરૂ

* બિહાર ચૂંટણીમાં રાજકીય ગરમાવો: આજે નરેન્દ્રભાઈ સહરસા અને કટિહારમાં ૨ સભા તથા અખિલેશ યાદવ પણ ત્રણ સભાઓ ગજવી રહ્યા છે:

* મહિલા વિશ્વ કપ વિજેતા ટીમ પર બીસીસીઆઈ મહેરબાન: ભારતીય ટીમને ₹ ૫૧ કરોડના રોકડ ઇનામની મોટી જાહેરાત

* દિલ્હી-એનસીઆરમાં ઝેરી ધુમ્મસનો ભરડો: આનંદ વિહારમાં એકયુઆઈ ૩૭૧, શ્વાસ લેવામાં મુશ્કેલી: ખતરનાક સ્તરે પ્રદૂષણ; ડોકટરોએ સાવચેતી રાખવાની આપી સલાહ

* ઈસરો આગામી પાંચ વર્ષમાં ૫૦ રોકેટ લોન્ચ કરશે. ૧ વર્ષમા જ ૭ ઉપગ્રહ છોડવાનું, માનવ સાથેનું અવકાશ મિશન, ગગનયાન સાથે જોડાયેલ પ્રથમ માનવરહિત અવકાશ મિશનનો પણ સમાવેશ થાય છે: ઇસરોના વડા નારાયણન 

(10:40 AM IST)