<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

આખું ભારત આ જીતનો હકદાર, ચેમ્‍પિયન બન્‍યા બાદ વ્‍હીલચેર પર તિરંગા સાથે પ્રતિકા રાવલની એન્‍ટ્રી

આ અનુભૂતિ શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી શકતી નથી, મારા ખભા પરનો ધ્‍વજ એ ગૌરવનું પ્રતિક

મુંબઈઃ વૂમન્‍સમાં ટીમ ઈન્‍ડિયા ચેમ્‍પિયન બન્‍યા પછી એક એવો દ્રશ્‍ય જોવા મળ્‍યું, જે દરેકને ભાવુક બનાવી ગયું. ઈજાના કારણે બહાર થઈ ગયેલી પ્રતિકા રાવલ વ્‍હીલચેરમાં મેદાન પર આવી અને પોતાની ટીમ સાથે આ ઐતિહાસિક જીતની ઉજવણીમાં જોડાઈ.

પ્રતિકા રાવલ આ વર્લ્‍ડ કપ માટે ભારતીય ટીમની મુખ્‍ય પસંદગી હતી. તેને ઓપનિગ બેટ્‍સમેન તરીકે સામેલ કરવામાં આવી હતી અને શરૂઆતના તબક્કામાં તેણે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પરંતુ અંતિમ લીગ મેચ દરમિયાન થયેલી ઈજાને કારણે તેને ટૂર્નામેન્‍ટમાંથી બહાર થવું પડ્‍યું.

પ્રતિકા રાવલે જણાવ્‍યું કે ૭આ અનુભૂતિ શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી શકતી નથી. મારા ખભા પરનો ધ્‍વજ એ ગૌરવનું પ્રતીક છે. મારી ટીમ સાથે અહીં હોવું અવાસ્‍તવિક લાગે છે. ઈજાઓ રમતનો ભાગ છે, પણ હું ખુશ છું કે હજી પણ આ ટીમનો હિસ્‍સો છું. આખું ભારત આ જીતનો હકદાર છે. મેદાનની બહારથી દરેક બોલ જોવો પણ ઘણો કઠિન હતો  દરેક વિકેટ, દરેક બાઉન્‍ડ્રી મારી સાથે ભાવનાત્‍મક રીતે જોડાયેલી હતી. અમે ખરેખર તે કરી બતાવ્‍યું!''

 

(11:52 AM IST)