<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

સ્‍મૃતિ કે હરમનપ્રીત નહિ પણ દીપ્તી શર્મા બની વર્લ્‍ડકપની સાચી ‘‘કિવન''

ફીફટી ફટકારી અને ૫ વિકેટ પણ લીધી

મુંબઇઃ ગઇ કાલની રાત ભારત માટે એક અવિસ્‍મરણીય રાત બની રહી. વાસ્‍તવમાં હરમનપ્રીત કૌરના નેતૃત્‍વમાં ટીમ ઈન્‍ડિયાએ પ્રથમ વખત આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્‍ડ કપ ૨૦૨૫ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

ફાઇનલમાં જ્‍યારે ટીમને મજબૂત ઇનિગની જરૂર હતી, ત્‍યારે પાંચમા ક્રમે ઉતરેલી દીપ્તિએ શાનદાર ૫૮ રન બનાવ્‍યા અને ટીમને સારો સ્‍કોર અપાવ્‍યો. બેટથી રંન કર્યા બાદ દીપ્તિએ બોલિગ લીધી ત્‍યારે આખી દક્ષિણ આફ્રિકન ટીમ પર જાણે કે વરસી પડી. આ ખેલાડીએ ૯.૩ ઓવરમાં ૩૯ રન આપી પાંચ વિકેટ લઈને વિરોધીને ઘૂંટણિયે નમાવી દીધા. તે મહિલા વર્લ્‍ડ કપની ઇતિહાસમાં એવી પ્રથમ ખેલાડી બની જેણે નોકઆઉટ વન-ડે મેચમાં અડધી સદી અને પાંચ વિકેટ બંને મેળવી!

દીપ્તિ મહિલા વર્લ્‍ડ કપ ફાઇનલમાં પાંચ વિકેટ લેનારી માત્ર બીજી ખેલાડી બની. (પહેલી  ઇંગ્‍લેન્‍ડની અન્‍યા શ્રુબસોલ, ૨૦૧૭માં ભારત સામે ૬ વિકેટ) આખા ટુર્નામેન્‍ટમાં દીપ્તીએ કુલ ૨૨ વિકેટ લીધી-જે મહિલા વર્લ્‍ડ કપ ઇતિહાસમાં સંયુક્‍ત રીતે બીજા ક્રમે છે.  હરમનપ્રીત કૌરના વ્‍યૂહ, સ્‍મૃતિ અને શેફાલીનું બેટિગ, તેમજ પૂનમ અને રેનોની બોલિગ... બધાનું યોગદાન હતું. પરંતુ આ ઐતિહાસિક ખિતાબ પાછળનું સચોટ હ્રદય અને ધબકારા હતી દીપ્તિ શર્મા. શેફાલી વર્માને ફાઇનલમાં ‘પ્‍લેયર ઓફ ધ મેચ' એવોર્ડ મળ્‍યો, પરંતુ આખા વર્લ્‍ડ કપની સાચી ‘‘MVP'' એટલે દીપ્તિ શર્મા. એક એવી ખેલાડી જેણે સાબિત કર્યું કે સમર્પણ, ધૈર્ય અને સંતુલનથી સપનાઓને હકીકતમાં બદલી શકાય છે

(1:36 PM IST)