<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

CA પરીક્ષા પરિણામ જાહેર : ICAIની ફાઇનલ પરીક્ષામાં ૧૬.૨૩% અને ઇન્ટરમીડિયેટમાં ૧૦.૦૬% પરિણામ નોંધાયું : વિદ્યાર્થીઓ ICAIની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઈ શકે

ફાઉન્ડેશન એક્ઝામમાં ૧૪.૭૮% ઉમેદવારો થયા પાસ : રાજકોટના જિગર રાચ્છે સમગ્ર ભારતમાં ૨૦મો રેન્ક મેળવ્યો : જાન્યુઆરી ૨૦૨૬ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ: વિદ્યાર્થીઓ ૧૬ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

રાજકોટ, તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫ માં લેવાયેલી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ની ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો આજે જાહેર કરી દેવામાં આવ્યા છે.

પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોની ટકાવારી નીચે મુજબ રહી છે:

પરીક્ષાવાર પરિણામની વિગતો:
 * CA ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ): કુલ ૧૬,૮૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨,૭૨૭ ઉમેદવાર પાસ થયા છે. આ રીતે ફાઇનલનું પરિણામ ૧૬.૨૩ ટકા નોંધાયું છે.
 * CA ઇન્ટરમીડિયેટ એક્ઝામ (બંને ગ્રુપ): આ પરીક્ષામાં ૩૬,૩૯૮ ઉમેદવારો પૈકી ૩,૬૬૩ ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટનું પરિણામ ૧૦.૦૬ ટકા રહ્યું છે.
 * CA ફાઉન્ડેશન એક્ઝામ: કુલ ૯૮,૮૨૭ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૪,૬૦૯ ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશનનું પરિણામ ૧૪.૭૮ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટના જિગર રાચ્છે મેળવ્યો ૨૦મો રેન્ક:
ગુજરાત માટે ગૌરવપૂર્ણ સમાચાર એ છે કે રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છએ CAની ફાઇનલ પરીક્ષામાં સમગ્ર ભારતમાં ૨૦મો રેન્ક મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને ICAIની સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષાઓ ૩ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી.

જાન્યુઆરી ૨૦૨૬ સત્ર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ:
ICAIએ આ પરિણામોની જાહેરાત સાથે જ આગામી જાન્યુઆરી ૨૦૨૬ સત્ર માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ જાહેર કરી છે.
 * આ પરીક્ષાઓ ૫ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે.
 * ઇચ્છુક વિદ્યાર્થીઓ ૩ નવેમ્બરથી ૧૬ નવેમ્બર, ૨૦૨૫ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

 

(4:08 PM IST)