<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

ટેકનીકલ, હ્યુમન રિસોર્સ, સી.સી.ટી.વી ના આધારે ડીઝલ ચોર ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી: સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી સ્વિફ્ટ ગાડીમાંથી ઝડપાયા

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસે કાર્યવાહી કરી હતી. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે કરજણના સુરવાડા ગામની સીમમાંથી થાય છે પસાર.  દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હતો. ટેકનીકલ, હ્યુમન રિસોર્સ, સી.સી.ટી.વી ના આધારે ડીઝલ ચોર ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી. સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી સ્વિફ્ટ ગાડીમાંથી ઝડપાયા હતા.

(7:08 PM IST)