<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મહત્વના સમાચાર ઝડપભેર વાંચી જાઓ

* કોઈમ્બતુર એરપોર્ટ નજીક કોલેજની વિદ્યાર્થીનીનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર કરનાર ૩ શખ્સોને પોલીસે  ફાયરીંગ કરી ઝડપી લીધા. ત્રણેયના પગમાં ગોળી મારવામાં આવેલ. આ બનાવના પગલે ભાજપ અને શાસક ડીએમકે પક્ષ વચ્ચે લો અને ઓર્ડર બાબતે તામિલનાડુમાં રાજકીય સટાસટી બોલી છે

* પાકિસ્તાન એરલાઇન્સની 'તાળાબંધી': પગાર ન મળ્યો એટલે એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું 

* અમદાવાદના ખોડીયાર નગર નજીક પ્રેમ લગ્ન કરેલ પત્ની ઉપર પતિ મયંકે સરાજાહેર ગળા ઉપર છરી મારી દીધી, સાસરિયામાં ત્રાસને લીધે યુવતી માવતરે રહેતીતી

* બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર દ્વારા શેખ હસીનાના કાર્યકાળ સમયે ૮ વર્ષ પૂર્વે અદાણી જૂથ સાથે થયેલ વીજ કોન્ટ્રાક્ટની તપાસ શરૂ. સરકારે કહ્યું કે ભ્રષ્ટાચાર જોવા મળશે તો કરારો રદ થશે, જો કે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ભ્રષ્ટાચાર જણાતો નથી.

* ઉત્તર પ્રદેશના દેવા ફતેહપુર રોડ ઉપર એક નદીના પૂલ નજીક અર્ટિકા કાર સાથે પૂરપાટ ટ્રક અથડાતા ૬ના મૃત્યુ,  ૨ ગંભીર 

* ૩ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલ વિશ્વની સુપ્રસિદ્ધ અભિનેત્રી ડાયના લેડનું ૮૯ વર્ષે કેલિફોર્નિયા ખાતે તેમના નિવાસ્થાનેઅવસાન. તેની પુત્રી અને જુરાસિક પાર્ક ફિલ્મની સ્ટાર લૌરા ડરને આ જાહેરાત કરી હતી

* મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક બસ ઘાટ ઉતરતી વખતે ખીણમાં ખાબકતા ૨ મહિલા સહિત ૩ મોત થયા હતા, જ્યારે ૩૮ લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે.

* આજથી દેશના ૧૨ રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ, ૫૧ કરોડ મતદારોનું વેરિફિકેશન થશે

* ઉ. કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું ૯૭ વર્ષની વયે અવસાન, કિમ જોંગ ઉન દ્વારા શ્રદ્ધાંજલિ

(10:37 AM IST)