તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
નવો જીએસટી નંબર મેળવવામાં થતી મુશ્કેલીનો આખરે અંત આવ્યો
૨.૫૦ લાખનો GST ભરવાની બાંહેધરી આપો તો ૩ દિવસમાં નવો નંબર : પહેલા દિવસે અરજી કરનારને ૫૦ મિનિટની અંદર નવા નંબર ફાળવાયા : જીએસટીમાં નવો નંબર મેળવવાની સમસ્યા દૂર થશે : નવો જીએસટી નંબર મેળવવા માટે જે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તે નવા નિયમને કારણે છુટકારો થયો છે. કારણ કે વેપારીને ત્રણ જ દિવસમાં નવો નંબર મળી રહેવાનો છે. જોકે તેના માટે દર મહિને ૨.૫૦ લાખ સુધીનો ટેક્સ ભરવા માટેની બાંહેધરી આપવાની રહેશે. આ બાંહેધરી આપીને અરજી કરવામાં આવે તો ત્રણ દિવસમાં જ નવો જીએસટી નંબરની ફાળવણી કરી દેવામાં આવનાર છે.

નવી દિલ્હી તા.૪: વેપાર કરવા માટે નવો જીએસટી નંબર મેળવવા માટે અનેક લોકોને ઇન્સ્પેક્ટર રાજનો અનુભવ થતો હતો. તે અંગેની વ્યાપક ફરિયાદ બાદ જીએસટી કાઉન્સિલે અનેક સુપાશ કરવા ઉપરાંત ત્રણ દિવસમાં નવો નંભર મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરી દીધી છે. તેનો અમલ ૧ નવેમ્બરથી કરી દેવામાં આવતા અનેક લોકોને રાહતનો અનુભવ થયો છે. કારણ કે હવેથી જીએસટી નંબર મેળવવા માટે અરજી કરનારને વધુમાં વધુ ત્રણ દિવસમાં નવો નંબર ફાળવી દેવામાં આવનાર છે.
જે વેપારીએ દર મહિને ૨.૫૦ લાખ રૂપિયા કરતાં ઓછો ટેક્સ ભરવાનો થતો હોય તેવા વેપારીઓને ત્રણ દિવસમાં નવો નંબર આપવાના નિયમનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે તેના માટે વેપારીએ નવી નંબર મેળવવા માટે અરજી કરતી વખતે ૨.૫૦ લાખ રૂપિયા કરતાં ઓછો ટેક્સ અમારા વેપારમાં આવશે તેવી બાંહેધરી આપવાની રહેશે. આ પ્રમાણેની અરજી કરવામાં આવ્યા બાદ ઓનલાઈન જ તમામ કાર્યવાહી અને ચકાસણી કરવામાં આવ્યા પછી વેપારીના મોબાઈલ અને ઈમેઈલ પર આધારકાર્ડ અપલોડ કરવાની એક લિક મોકલવામાં આવશે તેમાં આધારકાર્ડ અપલોડ કરવામાં આવ્યાના ગણતરીની મિનિટમાં જ નવા નંબરની ફાળવણી કરી દેવામાં આવનાર છે. આ નિયમ ૧ નવેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, તેમાં એક નવેમ્બરના રોજ નવા નિયમ હેઠળ અરજી કરનાર વેપારીને વધુમાં વધુ ૫૦ મિનિટમાં નવા નંબરની ફાળવણી કરી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
