<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

દુષ્‍કાળનો સામનો કરી રહેલા વિશ્વના ૧૦ દેશોમાં ઇજિપ્ત સૌથી મોખરે

ટોપ ટેન દેશોમાં લિબિયા બીજા તો સાઉદી અરબ ત્રીજા સ્‍થાને : ઇજિપ્તમાં વાર્ષિક સરેરાશ ૧૮ મિ.મી. તો લિબિયામાં ૫૬ મિ.મી. જ વરસાદ

નવી દિલ્‍હી તા.૪: અરબસ્‍તાન અને સહારાના રણની નજીક આવેલા મોટાભાગના મુસ્‍લિમ દેશોનો વિશ્વમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા દેશોમાં સમાવેશ થાય છે. તેમની ભૌગોલિક સ્‍થિતિને કારણે આમ બન્‍યું છે. ઉષ્‍ણ કટિબંધની આબોહવા હોવાથી તે વિસ્‍તારોમાં તાપમાન ઉંચુ રહે છે. લોકો તે વિસ્‍તારોમાં ઊંચા તાપમાન, તડકા સાથે વરસાદ વિનાની ગરમીનો સામનો કરવા મજબૂર છે. ચોમાસામાં અહીં કદાચ વરસાદ થઇ જાય તો પણ ખૂબ ઓછો થાય છે. ખૂબ જ ઓછો વરસાદ થતો હોય તેવા દેશોમાં ઈજિપ્ત, સાઉદી અરેબિયા અને લિબિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. કદાચ વરસાદ પડી જાય તો સાઉદી અરેબિયા જેવા દેશમાં પૂર સંકટ જેવી સ્‍થિતિ સર્જાય છે. પૂરના પાણી પાછા વહી જાય છે. સાઉદી અરેબિયા અને જોર્ડનમાં આવું થતું આવે છે. હવામાં ભેજનો અભાવ હોવાથી ગરમ રણની હવાઓ સમુદ્રથી આવતા ભેજવાળા પવનને પણ સૂકવી દે છે. તેથી ત્‍યાં વરસાદ નથી થતો.

ઉપર મુજબની આબોહવા ધરાવતા ટોચના ૧૦ દેશોમાં ઈજિપ્ત સૌથી મોખરે છે. ઈજીપ્તનો વાર્ષિક સરેરાશ વરસાદ સૌથી ઓછો છે. અહીં વાર્ષિક સરેરાશ ૧૮ મી.મી. વરસાદ થાય છે. વિશ્વના સુકા દેશોમાં ઈજિપ્ત મોખરે છે. જોકે ચિલીના આટાકામા જેવા વિસ્‍તારોને આમ તો સૌધી સૂકા માનવામાં આવે છે. અહીં તો સેંકડો વર્ષોથી વરસાદ જ નથી થયો. વર્લ્‍ડ એટલાસ પછી લિબિયા તે ઇજિપ્ત પછીના ક્રમે આવે છે. અહીં વાર્ષિક સરેરાશ પર મિ.મી. વરસાદ થતો હોય છે. ટોચના ૧૦ દેશોની યાદીમાં સાઉદી અરબ ત્રીજા ક્રમે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ સામાન્‍યપણે ૫૦ થી ૧૫૦ કિ.મી. થાય છે. ખાસ કરીને સાઉદીના રણ પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ થાય છે

(10:25 AM IST)