News of Tuesday, 4th November 2025
એસઆઈઆર વિરુદ્ધ મમતા બેનર્જી દ્વારા જબ્બર વિરોધ પ્રદર્શન

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકારની વિવાદાસ્પદ ‘એસઆઈઆર’ યોજના અને ચૂંટણી પંચની અમુક કામગીરીના વિરોધમાં આજે રાજ્યમાં પ્રદર્શન કરશે. મમતા બેનર્જી આ યોજનાને પશ્ચિમ બંગાળમાં લાગુ ન થવા દેવાની સ્પષ્ટતા સાથે કેન્દ્ર પર નિશાન સાધશે.
વિગતવાર જોઈએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી આજે કોલકાતામાં 'એસઆઈઆર' મુદ્દે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મમતા બેનર્જીએ અગાઉ પણ આ યોજનાનો સખત વિરોધ કર્યો છે અને તેને રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
મુખ્યમંત્રીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની વસ્તી અને ભૌગોલિક સ્થિતિ અન્ય રાજ્યો કરતાં અલગ છે અને કેન્દ્ર દ્વારા આ યોજના રાજ્ય પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આજના દેખાવમા દ્વારા મમતા બેનર્જી ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર પોતાનું વલણ વધુ મજબૂત કરશે અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવી શકે છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
