<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રિશ્‍તો મેં દરાર આઈ...: ફેમિલી કોર્ટના કેસ એક વર્ષમાં ડબલ

એક વર્ષમાં ૬૨૦૦૦ વધુ કેસ નોંધાયા : ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાવવાને મામલે ઉત્તર પ્રદેશ ૨.૮૮ લાખ સાથે મોખરે, ગુજરાત ચોથા સ્‍થાને

નવી દિલ્‍હી તા.૪: ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં એક વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં ૨૭૧૯૪ સામે વર્ષ ૨૦૨૪માં ૬૨૧૪૬ જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાયા હતા. એક ફેમિલી કોર્ટમાં નોંધાયા હોય તેવા રાજ્‍યમાં ગુજરાત  ચોથા સ્‍થાને છે. વર્ષ ૨૦૨૪માં ગુજરાતની ફેમિલી કોર્ટમાં ૯૨૧૪૬ કેસ નોંધાયા હતા. જેના ઉપરથી કહી શકાય કે, દરરોજ સરેરાશ ૧૭૦ જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાય છે. વર્ષ ૨૦૨૪ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટમાં ૫૧૯૯૯ કેસ પેટિ હતા. વર્ષ ૨૦૨૪ સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૧.૮૮ લાખ સાથે મોખરે, પંજાબ ૫૫૫૪૭ સાથે બીજા, કેરળ ૪૫૬૨૮ સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્‍થાને છે. અન્‍ય મોટા રાજ્‍યમાંથી મહારાષ્ટ્રમાં ૩૦૨૩૯, મધ્‍ય પ્રદેશમાં ૩૨૮૭૪, રાજસ્‍થાનમાં ૩૪૧૭૪ કેસ નોંધાઈ ચૂક્‍યા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૩.૯૮ લાખ, કેરળમાં ૧.૦૯ લાખ, પંજાબમાં જેટલા પેન્‍ડિંગ છે. સમગ્ર દેશની ૮૪૮ ફેમિલી કોર્ટમાં  ફેમિલી કોર્ટમાં ૯૨૧૪૬ કેસ નોંધાયા હતા. જેના ઉપરથી કહી શકાય કે, દરરોજ સરેરાશ ૧૭૦ જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાય છે. વર્ષ ૨૦૨૪ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટમાં ૫૧૯૯૯ કેસ પેટિ હતા. વર્ષ ૨૦૨૪ સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૧.૮૮ લાખ સાથે મોખરે, પંજાબ ૫૫૫૪૭ સાથે બીજા, કેરળ ૪૫૬૨૮ સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્‍થાને છે. અન્‍ય મોટા રાજ્‍યમાંથી મહારાષ્ટ્રમાં ૩૦૨૩૯, મધ્‍ય પ્રદેશમાં ૩૨૮૭૪, રાજસ્‍થાનમાં ૩૪૧૭૪ કેસ નોંધાઈ ચૂક્‍યા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૩.૯૮ લાખ, કેરળમાં ૧.૦૯ લાખ, પંજાબમાં જેટલા પેન્‍ડિંગ છે. સમગ્ર દેશની ૮૪૮ ફેમિલી કોર્ટમાં ૬.૪૩ લાખ કેસ નોંધાયા છે, ૧૨.૪૨ લાખ પેન્‍ડિંગ છે. જયારે ૬.૮૫ લાખ કેસનો નિકાલ થયેલો છે.

 નિષ્‍ણાંતોને મતે, છેલ્‍લા કેટલાક સમયથી દંપતિમાં નાની તકરાર મોટું સ્‍વરૂપ ધારણ કરવા લાગે છે અને તે છૂટાછેડામાં પરિણમે છે. દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બંનેમાંથી જાણે કોઈ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રાથમિકતા બદલાઇ છે.

વર્ષ ૨૦૨૪માં કયા રાજ્‍યની ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા...

રાજ્‍ય       કેસ

ઉત્તર પ્રદેશ ૨,૮૮,૦૧૨

પંજાબ      ૭૪,૨૩૧ 

કેરળ        ૭૧,૨૦૧

ગુજરાત    ૬૨,૧૪૯

હરિયાણા     ૫૫,૪૩૧

ફેમિલી કોર્ટમાં કેસનું સરવૈયું

વર્ષ           ૨૦૨૩   ૨૦૨૪

કેસ નોંધાયા  ૨૭, ૧૯૪        ૬૨,૧૪૬

કેસનિકાલ    ૩૦,૦૮૪ ૪૨,૧૦૧

પેન્‍ડિંગ કેસ ૩૧,૯૫૪       ૫૧,૯૯૯

(11:12 AM IST)