<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

GHV ઇન્‍ફ્રાએ બીજા ત્રિમાસિક પરિણામોમાં નફો ૧૩૮% વધુ નોંધાયો

રાજકોટઃતા.૦૪ GHV ઇન્‍ફ્રા પ્રોજેક્‍ટ્‍સ લિમિટેડ (BSE-૫૦૫૫૦૪) કંપનીએ ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા બીજાત્રિમાસિક અને અર્ધ વાર્ષિકગાળા માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન, આવકમાં૧૨૮% અને નફામાં ૧૩૮%નો ઉછાળો નોંધાવ્‍યો છે.

 ઉલ્લેખનીય છે કે, GHV ઇન્‍ફ્રા એ રોડ, રેલ, પાણી, એરપોર્ટ રનવે, બંદરો અને ઉર્જાક્ષેત્રે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટ તેમજ સ્‍ટીલ, રિફાઇનરી, તેલ અને ગેસ પાઇપલાઇન્‍સ, મોટી ફેક્‍ટરી વગેરેના ઔદ્યોગિક વિકાસ તથા ઔદ્યોગિક, વેરહાઉસિંગ, કોમર્શિયલ, રહેણાંક, હોટલ, સંસ્‍થાઓ, હોસ્‍પિટલો, પ્‍લાન્‍ટ અને નોન-પ્‍લાન્‍ટ ઇમારતોના EPC/ટર્નકી પ્રોજેક્‍ટ્‍સનાઅમલીકરણ સાથે સંકળાયેલી કંપની છે.

કંપનીની પરિચાલન કામગીરી સંબંધિત મુખ્‍ય વિશેષતાઓમાં, આ સમયગાળા દરમિયાન, ઉલ્લેખનીય કોર્પોરેટ કાર્યોમાં સફળ બોનસ શેર ઇશ્‍યૂ કરવા (રેશિયો ૩:૨), ઇક્‍વિટી શેરનું પેટા વિભાજન અને પ્રમોટર તેમજ નોન-પ્રમોટર્સને પ્રેફરન્‍શિયલ ફાળવણી સામેલ છે. કંપનીએ તેના વ્‍યૂહાત્‍મક આંતરરાષ્‍ટ્રીય વિસ્‍તરણના ભાગ રૂપે, UAE ના રાસ અલ ખૈમાહ ઇકોનોમિક ઝોનમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની, GHV INFRAFZ LLC ને સામેલ કરી છે. આ પેટાકંપનીનું સંચાલન હજુ શરૂ થયું નથી, જોકે ઓક્‍ટોબર ક્‍વાર્ટરથી તે સંપૂર્ણપણે કાર્યરત થઈ જવાની અપેક્ષાછે.

 કંપનીના નાણાકીય પરિણામો અંગે મેનેજિંગ ડિરેક્‍ટર અજય હંસે જણાવ્‍યું હતું કે, "GHV ઇન્‍ફ્રાએ આ ક્‍વાર્ટરમાં મજબૂત વળદ્ધિ નોંધાવી છે, જેને સમયસર પ્રોજેક્‍ટ અમલીકરણ અને વિવેકપૂર્ણ નાણાકીય વ્‍યવસ્‍થાપન દ્વારા સમર્થન મળ્‍યું છે. સફળ બોનસ ઇશ્‍યૂ અને મધ્‍ય પૂર્વમાં વિસ્‍તરણ, શેરધારકોના મૂલ્‍યમાં વધારો કરવા અને નવી તકો મેળવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત, મજબૂત ઓર્ડર બુક અનેઅનુભવી નેતળત્‍વ સાથે, અમે વિકાસની આ ગતિ ટકાવી રાખવા અંગે આશાવાદી છીએ'' 

 

(2:53 PM IST)