<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

પાકિસ્તાન SCમાં અફરાતફરી: સિલિન્ડર વિસ્ફોટથી ધણધણી ઉઠી કોર્ટ! 12 ઘાયલ, ન્યાયાધીશો-વકીલોએ દોટ મૂકી!

આ ઘટના સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બની હતી, જ્યાં સેન્ટ્રલ એર કન્ડીશનરનું સમારકામ ચાલી રહ્યું હતું. અહેવાલ મુજબ, ગેસ લીકેજને કારણે થયો આ મોટો વિસ્ફોટ

ઇસ્લામાબાદ, મંગળવાર, 04 નવેમ્બર 2025: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સિલિન્ડર વિસ્ફોટ, 12 ઘાયલ; ન્યાયાધીશ અને વકીલ ભાગી ગયા. મંગળવારે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યારે એક ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો, જેમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બની હતી, જ્યાં સેન્ટ્રલ એર કન્ડીશનરનું સમારકામ ચાલી રહ્યું હતું. સમા ટીવીના અહેવાલ મુજબ, ગેસ લીકેજને કારણે આ મોટો વિસ્ફોટ થયો.

ઇમારત ધણધણી ઉઠી, દોડધામ મચી ગઈ!
વિસ્ફોટ એટલો ગંભીર હતો કે આખી ઇમારત હલી ગઈ! વિસ્ફોટના અવાજ અને આંચકાને કારણે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા લોકોમાં ભારે અનિશ્ચિતતા અને ગભરાટ ફેલાયો હતો.

કોર્ટમાં હાજર રહેલા ન્યાયાધીશો, વકીલો અને ક્લાયન્ટ્સ ઘટનાસ્થળેથી સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા. શરૂઆતમાં, લોકો વિસ્ફોટના ચોક્કસ કારણ વિશે અજાણ હતા, જેના કારણે પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:06 PM IST)