<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રિયાલિટી ટીવી શોમાં દેખાતા ડાન્સરનું અકસ્માતમાં મૃત્યુ: ટ્રકે મારી જોરદાર ટક્કર : ડ્રાઈવરની ધરપકડ

કારમાં રસ્તા પર કોઈ સમસ્યા આવતા હાઇવેની બાજુમાં પાર્ક કરી ત્યાં પાછળથી આવેલા ટ્રકે તેને ટક્કર મારી

મુંબઈ :અનેક રિયાલિટી ટીવી શોમાં દેખાતા 36 વર્ષીય ડાન્સરનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. અહેવાલો અનુસાર તેમની કારમાં રસ્તા પર કોઈ સમસ્યા આવી હતી અને તેઓ તેને ચેક કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને એક ટ્રકે ટક્કર મારી હતી.

સુધીન્દ્રએ નવી મારુતિ સુઝુકી ઇકો ખરીદી હતી. તે કાર બેંગલુરુમાં તેના ભાઈના ઘરે લઈ જઈ રહ્યો હતો. તેને કારમાં કોઈ સમસ્યા જણાય અને તેણે તેને નેલમંગલા તાલુકાના પેમ્મનહલ્લી નજીક હાઇવેની બાજુમાં પાર્ક કરી દીધી. પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિડિયોમાં હાઇવેની બાજુમાં એક કાર પાર્ક કરેલી દેખાય છે. સુધીન્દ્ર કારની બાજુમાં ઉભેલો જોવા મળે છે. પાછળથી એક ટ્રક પણ આવી રહ્યો છે.

વિડિયોમાં ટ્રક અચાનક ઇકો તરફ વળવાનું શરૂ કરે છે અને સુધીન્દ્રને ખ્યાલ આવે છે કે તે તેની તરફ આવી રહ્યો છે પરંતુ તે સ્તબ્ધ થઈ જાય છે. ટ્રક તેને બાજુથી જોરથી ટક્કર મારે છે, જેનાથી તે તેની અને કાર વચ્ચે ફસાઈ જાય છે.

ટક્કર પછી ટ્રક ડ્રાઈવરે ગાડી ધીમી કરી પરંતુ ટક્કરમાં સુધીન્દ્રનું મોત થયું. ડબાસપેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને થોડા કલાકો પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવરે કહ્યું કે તે ગાડી ચલાવતી વખતે સૂઈ ગયો હતો. તેમણે કહ્યું કે- અમે દાવાની ચકાસણી કરી રહ્યા છીએ.

(10:13 PM IST)