News of Tuesday, 4th November 2025
પહલગામ આતંકવાદી હુમલાના છ મહિના બાદ કાશ્મીર ઘાટીમાં ફરી વાર ફિલ્મનું શૂટિંગ શરૂ થયું
ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે પહેલગામ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી ક્રૂ શ્રીનગરમાં શૂટિંગ ચાલુ રાખશે.

પહલગામ આતંકવાદી હુમલાના છ મહિના બાદ કાશ્મીર ઘાટીમાં ફરી એક વખત ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. જેથી આ ક્ષેત્રના પર્યટન ઉદ્યોગમાં નવી આશા જાગી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહલગામાં એક તેલુગુ ફિલ્મના શૂટિંગની શરૂઆત થઈ છે. આ એ જ સ્થળ છે કે જ્યાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા.
આ કોમેડી ફિલ્મ નિર્દેશક વિમલ કૃષ્ણા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જે Jessie અને Ladies & Gentleman જેવી ફિલ્મો માટે ખૂબ જ ઓળખ ધરાવે છે. આ અંગે નિર્દેશક ક્રિષ્નાએ જણાવ્યું હતું કે કાશ્મીર મુલાકાતીઓ અને ફિલ્મના શૂટિંગ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
હું દરેક કાશ્મીરીનો આભાર માનવા માંગુ છું. અમે અહીં શૂટિંગ માટે આવનારા પહેલા લોકો છીએ. હું કહી શકું છું કે તે 100 ટકા સલામત છે. અમે સંપૂર્ણપણે સલામત અનુભવીએ છીએ. મને આશા છે કે આગામી દિવસોમાં વધુ પ્રવાસીઓ અહીં આવશે," કૃષ્ણાએ તેમ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે કાશ્મીરમાં તેમણે સુંદર સ્થળ શોધી લીધુ છે
મેં વિચાર્યું કે કાશ્મીર કેમ નહીં? અત્યારે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમે જુલાઈમાં રેકી માટે આવ્યા હતા અને અમને કોઈ સમસ્યા મળી નથી. સરકાર, સુરક્ષા દળો અને ખાસ કરીને સ્થાનિક લોકોએ અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે, જેમણે અમારી સાથે તેમના પરિવારના સભ્યો જેવો વ્યવહાર કર્યો છે," તેમણે ઉમેર્યું.કૃષ્ણાએ કહ્યું કે પહેલગામ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી ક્રૂ શ્રીનગરમાં શૂટિંગ ચાલુ રાખશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
