News of Wednesday, 5th November 2025
ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો: પહાડો પર હિમવર્ષા, ઉત્તરાખંડ અને હિમાચલ સહિત ૧૦ રાજ્યોમાં વરસાદનું એલર્ટ; દિલ્હીમાં પ્રદૂષણ દિવસે દિવસે ગંભીર બનતું જાય છે
બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' જારી: મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડમાં વરસાદની આગાહી: તમિલનાડુમાં આજે ભારે વરસાદ સાથે આંધી-તોફાન આવવાની સંભાવના

પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.
ઉત્તર ભારતમાં ટૂંક સમયમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થયું છે. તેની અસરને કારણે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ સાથે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. પહાડો પર હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઘટશે.
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર સ્તરે છે, જ્યારે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની પણ અપેક્ષા છે.
બીજી તરફ, બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને તમિલનાડુમાં બુધવારે (૫ નવેમ્બર) ભારે વરસાદ સાથે આંધી-તોફાન આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
