News of Wednesday, 5th November 2025
તેલંગાણામાં દેશનો સૌથી વધુ સમૃદ્ધ જિલ્લોઃ રંગારેડ્ડીમાં માથાદીઠ GDP રૂ.૧૧.૪૬ લાખ
સૌથી વધુ આવક ધરાવતા જિલ્લામાં મુંબઈ અને અમદાવાદ પણ સામેલ

નવી દિલ્હી,તા.૦૫: વર્ષ ૨૦૨૪-૨૫ના આર્થિક સર્વે મુજબ તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો સમગ્ર દેશમાં સૌથી વધુ સમૃદ્ધ છે. આ જિલ્લાની માથા દીઠ જીડીપી રૂ.૧૧.૪૬ લાખ છે. બીજા ક્રમે ગુરુગ્રામ, ત્રીજા ક્રમે બેંગલુરુ અને ચોથા ક્રમે ગૌતમ બુદ્ધ નગર એટલે કે નોઈડા છે. રૂ.૬.૫૪ લાખની માથા દીઠ જીડીપી સાથે અમદાવાદ આ લિસ્ટમાં ૧૦મા ક્રમે છે.
શહેરોમાં આર્થિક સમૃદ્ધિ વધવાની સાથે સ્થાનિક વિસ્તારમાં સમૃદ્ધિ વધી રહી હોવાનો સ્પષ્ટ સંકેત નવા સર્વેમાં મળ્યો છે. રંગારેડ્ડીની આર્થિક સમૃદ્ધિમાં બહેતર કનેક્ટિવિટી મોટું કારણ છે. આ વિસ્તારમાં આઈટી કંપનીઓ, પ્રખ્યાત ટેક પાર્ક્સ, બાયોટેક-ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ આવી છે. દરિયા કિનારે અથવા અનંતગરીની કંદરાઓમાં સહેલગાહની તક આપતો આ જિલ્લો શહેરી સુંદરતા અને દેશી મજાનું મિશ્રણ ધરાવે છે. ૯.૦૫ લાખની માથાદીઠ જીડીપી સાથે બીજા ક્રમે હરિયાણાનું ગુરુગ્રામ આવે છે. રૂ.૮.૯૩ લાખની આવક સાથે કર્ણાટકનું બેંગલુરુ શહેર છે, જેને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. નોઈડાનું ગૌતમ બુદ્ધ નગર રૂ.૮.૪૮ લાખની માથાદીઠ જીડીપી ધરાવે છે. હરિયાળી અને કલ્ચરલ કોર્નર્સની સાથે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેની ખાસિયત છે. હિમાચલ પ્રદેશનો સોલાન જિલ્લો રૂ.૮.૧૦ લાખની માથાદીઠ આવક સાથે ત્રીજા ક્રમે છે. તેને મશરૂમ સિટી ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. મંદિરો અને કુદરતી સૌંદર્યના કારણે લાખો પ્રવાસીઓ આકર્ષિત થાય છે. નોર્થ અને સાઉથ ગોવાની માથા દીઠ જીડીપી ૭.૬૩ લાખ છે. ઉત્તરપૂર્વી રાજ્યોમાં એક માત્ર સિક્કિમનું ગંગટોક ટોપ-૧૦માં છે, જ્યાં પ્રાચીન મઠ, પર્વતો અને હોમ સ્ટે મુખ્ય આકર્ષણ છે. કર્ણાટકના મેંગલોરની માથાદીઠ જીડીપી રૂ.૬.૯૯ લાખ છે. પ્રાચીન મંદિરો, દરિયા કિનારા સાથે પોર્ટુગીઝ, ટુલુ અને કોંકણી સંસ્કૃતિનું મિશ્રણ અહીંની રહેણી-કરણી અને ખાન-પાનમાં પણ દેખાય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં માથાદીઠ જીડીપી ૬.૫૭ લાખ છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન ધરાવતા અમદાવાદની આધુનિક્તા પ્રખ્યાત છે. મુગલકાલીન સ્થાપત્યો, આર્ટ ગેલેરી, રિવરફ્રન્ટ, અડાલજની વાવ જેવી ખૂબીઓ સાથે ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકોનું આ માનીતું શહેર છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
