<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વિશ્વમાં ૨.૩ અબજ લોકો ગંભીર પ્રકારની ખાધ અસુરક્ષાથી પીડિત

વૈશ્વિક આર્થિક અસમાનતા હવે આફતના સ્‍તરે પહોંચી ગઇ છે

નવી દિલ્‍હી,તા.૫: દુનિયામાં ૨.૩ અબજ લોકો મધ્‍યમ કે ગંભીર પ્રકારની ખાધ સુરક્ષાનો સામનો કરી રહયા છે. આ આંકડો વર્ષ ૨૦૧૯માં હતો તેની સરખામણીમાં ૩૩.૫ કરોડ વધારે છે. દુનિયાની અડધી વસ્‍તી હજુ પણ આવશ્‍યક આરોગ્‍ય સેવાઓથી વંચિત છે. ૧.૩ અબજ લોકોએ આજીવિકામાંથી વ આરોગ્‍ય પર ખર્ચ કરવો પડતો હોવાથી ગરીબીમાં જીવવા મજબૂર છે. વૈશ્વિક સ્‍તરે સમન્‍વય સાધીને પ્રયાસા કરવાની તાતી જરુરિયાત છે આ સંબંધમાં જી ૨૦ની ભૂમિક ખૂબજ મહત્‍વની છે. અહેવાલમાં જણાવ્‍યા અનુસાર વૈશ્વિક ટ્રન્‍ડ  પર નજર રાખવા માટે તથા નીતિ નિર્માણમાં માર્ગદર્શન કરવાના હેતુસર તેમજ જળવાયુ પરિવર્તન પર આંતર સરકારી સમિતિ (આઇપીસીસી)ની પેટર્ન હેઠળ એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ (આઇપીઆઇ)ની રચના કરવાનો પ્રસ્‍તાવ છે.

(10:07 AM IST)