<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સરકારી બેંકો વળતર આપવામાં સૌથી આગળ

છ મહિનામાં નિફ્‌ટી PSU બેંક ઇન્‍ડેક્‍સમાં ૨૭% થી વધુનો વધારો

મુંબઈ, તા.૫: આ વર્ષે શેરબજારમાં જાહેર ક્ષેત્રના બેંક શેર સૌથી તેજસ્‍વી સ્‍ટાર રહ્યા છે. સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરના મજબૂત પરિણામો અને વિદેશી રોકાણ મર્યાદામાં વધારાની અટકળોએ PSU બેંક શેરને નવી ઊંચાઈએ પહોંચાડ્‍યા છે. છેલ્લા છ મહિનામાં નિફ્‌ટી PSU  બેંક ઇન્‍ડેક્‍સમાં ૨૭% થી વધુનો વધારો થયો છે, જ્‍યારે આ સમયગાળા દરમિયાન સેન્‍સેક્‍સમાં માત્ર ૩.૩%, નિફ્‌ટી ૪.૬૫% અને નિફ્‌ટી બેંક ઇન્‍ડેક્‍સમાં માત્ર ૫.૨૯%નો વધારો થયો છે. દરમિયાન, ૨૦૨૫ માં અત્‍યાર સુધીમાં ઇન્‍ડિયન બેંક અને કેનેરા બેંક જેવા અનેક PSU  ના શેર ૩૦% થી ૭૦% સુધી વધ્‍યા છે.

નિષ્‍ણાતો કહે છે કે મજબૂત ત્રિમાસિક પરિણામો, ઘટતા NPA અને નીચા મૂલ્‍યાંકન રોકાણકારોને આકર્ષી રહ્યા છે. વધુમાં, સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણ મર્યાદા ૨૦% થી વધારીને ૪૯% કરવાની શકયતાએ પણ બજારના સેન્‍ટિમેન્‍ટને વેગ આપ્‍યો છે. એન્‍જલ વનના ફંડામેન્‍ટલ રિસર્ચના વડા નરેન્‍દ્ર સોલંકીએ જણાવ્‍યું હતું કે, ઐતિહાસિક રીતે, PSU બેંકો તેમના ઓછા માર્જિન અને ઊંચા ફભ્‍ખ્‍ને કારણે ખાનગી બેંકો સામે ડિસ્‍કાઉન્‍ટ પર વેપાર કરે છે. જોકે, તાજેતરના ક્‍વાર્ટરમાં, તેમની સંપત્તિ ગુણવત્તામાં સુધારો થયો છે, NPA ઘટયા છે અને નફામાં સુધારો થયો છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે. વિશ્‍લેષકોના મતે, ભ્‍લ્‍શ્‍ બેંકોમાં ક્રેડિટ વળદ્ધિ અને ડિપોઝિટમાં વધારો ખાનગી બેંકો સાથે મેળ ખાય છે, જ્‍યારે ખાનગી બેંકોના માર્જિન દબાણ હેઠળ રહે છે.

(11:02 AM IST)