News of Wednesday, 5th November 2025
દિલ્હીમાં દર ૭માંથી ૧ મોતનું કારણ પ્રદૂષણ
દિલ્હી વાયુ પ્રદૂષણ બન્યું જીવલેણઃ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા માંગ : હાઈ બ્લડપ્રેશર વધુ જોખમ વાયુ પ્રદૂષણથી

દિલ્હી, તા.૫: શિયાળાની ઋતુ શરુ થતાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર વધવા લાગે છે. એવામાં એક અહેવાલમાં વાયુ પ્રદુષણની દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય પર થઇ રહેલી ગંભીર અસર અંગે એક ચિંતાજનક માહિતી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ માં દિલ્હીમાં થયેલા કુલ મળત્યુમાંથી લગભગ ૧૫ ટકા મળત્યુ વાયુ પ્રદૂષણને કારણે થયા હતાં, આમ દિલ્હીમાં આરોગ્ય માટે સૌથી મોટું જોખમ વાયુ પ્રદુષણ રહ્યું હતું.
તાજેતરમાં ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાના આધારે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ દિલ્હીમાં એક વર્ષમાં લગભગ ૧૭,૧૮૮ મળત્યુ પાર્ટીકયુલર મેટર પ્રદૂષણમાં લાંબા ગાળા સુધી રહેવાને કારણે થયા હતાં, એટલે કે દિલ્હીમાં દર સાતમાંથી એક મળત્યુ પ્રદુષણને કારણે થયું હતું.
GBDના અહેવાલ મુજબ તંત્રએ એર ક્વોલિટી મેનેજમેન્ટ માટે ઘણી યોજનાઓ લાગુ કરી હોવા છતાં વાયુ પ્રદૂષણ સંબંધિત મળત્યુ ૨૦૧૮ માં ૧૫,૭૮૬ હતાં એ વધીને ૨૦૨૩ માં ૧૭,૧૮૮ થયા. આ જ સમયગાળા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા મળત્યુમાં પણ વધારો થયો હતો, પરંતુ તેને કારણે થયેલા મળત્યુ વાયુ પ્રદૂષણથી થતા મળત્યુ કરતા તે ઓછા રહ્યા.
GBD ડેટાનું એનાલિસિસ કરનારા સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના જણાવ્યા મુજબ આ તારણો દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ માત્ર પર્યાવરણીય અસુવિધા નહીં, પણ તાત્કાલિક ધોરણે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવે.બીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે મળત્યુ થવાની સાબિતી આપતા કોઈ પુરાવા મળ્યા નથી.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
