હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 6th November 2025
૩૧ ડિસેમ્બર પહેલાં આધાર અને પેન કાર્ડ લિન્ક કરાવી દો, નહીંતર મુશ્કેલી ઊભી થશે
લિન્ક નહીં કરે તેમના માટે પેન કાર્ડ ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી નિષ્ક્રિય કરવામાં આવશે

નવી દિલ્હી તા.૬: ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બર સુધીમાં જે લોકો તેમના પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN-પેન) કાર્ડને આધાર નંબર સાથે લિન્ક નહીં કરે તેમના માટે પેન કાર્ડ ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી નિષ્ક્રિય કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ લિન્કિંગ ફરજિયાત કર્યું છે, જે આવકવેરા ઈ-ફાઇલિગ પોર્ટલની મુલાકાત લઈને કરી શકાય છે. જો પેન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ બેન્ક ખાતું કે ડીમેટ ખાતું ખોલી શકશે નહીં અથવા ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની રોકડ ડિપોઝિટ કે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકશે નહીં.(૩૮.૧૩)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
