પહાડી રાજયોમાં બરફ વર્ષા : મેદાની વિસ્તારોમાં ઠંડીના ટકોરા
ઠંડા પવનોના કારણે : દિલ્હીના પ્રદુષણમાં ઘટાડો : કાશ્મીરના ઉંચા વિસ્તારોમાં તાપમાન શુન્યથી નીચે

નવી દિલ્હી : દેશના પહાડી રાજયોમાં થઇ રહેલ બરફવર્ષા વચ્ચે મેદાની વિસ્તારોમાં શીતલહેર અનુભવવા લાગી છે. દિલ્હી, પヘમિી યુપીથી લઇને હરીયાણા સુધી ગઇકાલે સાંજથી જ હવાઓ વહેવા લાગી છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હી એનસીઆરમાં આજે વરસાદની સંભાવના છે.
હિમાચલ અને ઉતરાખંડના ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફવર્ષાના કારણે ઉતર ભારતના રાજયોમાં ગઇકાલે સાંજે લઘુતમ તાપમાન ૧૮-૧૯ ડીગ્રી પહોંચી ગયું હતું. ઉપરાંત દિલ્હીના પ્રદુષણમાં પણ ઘટાડો નોંધાયો છે હવામાન ખાતાએ આજે દિલ્હી, પંજાબ અને હરીયાણામાં હળવા વરસાદનું એલર્ટ આપ્યું છે.
હવામાન ખાતા મુજબ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સક્રિય થયું છે. જેથી ઉતરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા સાથે મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
ઉપરાંત કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહીબ સહીતના હિમાલયન વિસ્તારોમાં તાજી બરફવર્ષાથી ઠંડી વધી છે. કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારોમાં તાપમાન શુન્યથી નીચે ચાલ્યું ગયું છે. પર્યટન સ્થળોએ સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
ઉતરખંડના ચારધામ વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાઇ છે. હિમાચલના પહાડોમાં વરસાદ પડી રહયો છે. લાહોલ સ્થિતિમાં બરફવર્ષા થઇ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
