ભારતીય શેરબજારમાં 'બ્લેક ગુરુવાર': રોકાણકારોએ ગુમાવ્યા ₹૪ લાખ કરોડ!
સેન્સેક્સ-નિફ્ટી સહિત મિડ-સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો, સતત બીજા દિવસે વેચવાલીનું દબાણ

મુંબઈ: ભારતીય શેરબજારમાં ગુરુવાર, 6 નવેમ્બરના રોજ જોરદાર વેચવાલીનું દબાણ જોવા મળ્યું, જેના કારણે મુખ્ય સૂચકાંકો સતત બીજા સત્રમાં નીચા સ્તરે બંધ રહ્યા. બજારમાં ઘટાડો એટલો મોટો હતો કે રોકાણકારોએ એક જ દિવસમાં અંદાજે ₹૪ લાખ કરોડ ગુમાવ્યા હોવાનું અનુમાન છે.
આજના કારોબારના અંતે, મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા ઘટીને ૮૩,૩૧૧ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૮૮ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૨૫,૫૦૯.૭૦ પર સ્થિર થયો હતો. બજારની નબળાઈ માત્ર ફ્રન્ટલાઇન શેરો પૂરતી સીમિત નહોતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં પણ એક-એક ટકાથી વધુનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે વ્યાપક બજારમાં ઘટાડાનું સૂચન કરે છે. બજારના વિશ્લેષકોએ રોકાણકારોને કોઈ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવા માટે ભલામણ કરી છે, કારણ કે બજારની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
