તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
બિહાર ચૂંટણીમાં ભાવુક દ્રશ્યો: રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈરફાન આલમ મંચ પર જ રડી પડ્યા: ટિકિટ વિવાદથી ઘેરાયેલા છે
આ બેઠક પરથી કોંગીના વર્તમાન ધારાસભ્ય અફાક આલમની ટિકિટ કાપીને ઇરફાન આલમને ટિકિટ આપી છે: અફાકે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે સાંસદ પપ્પુ યાદવની ભલામણ પર આ ટિકિટ કરોડો રૂપિયામાં 'વેચવામાં' આવી છે

બિહારના પૂર્ણીયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી સભા દરમિયાન એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું. જેનો વીડિયો યુટ્યુબ અને ફેસબુક પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પૂર્ણીયાની કસબા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ ઇરફાન આલમ, રાહુલ ગાંધીની હાજરીમાં મંચ પર જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા.
ડિજિટલ મીડિયાના અહેવાલો મુજબ, ઇરફાન આલમની ઉમેદવારી ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના વર્તમાન ધારાસભ્ય અફાક આલમની ટિકિટ કાપીને ઇરફાન આલમને ટિકિટ આપી છે.
અફાક આલમે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે સાંસદ પપ્પુ યાદવની ભલામણ પર આ ટિકિટ કરોડો રૂપિયામાં 'વેચવામાં' આવી છે. માનવામાં આવે છે કે આ જબરદસ્ત રાજકીય દબાણ અને વિવાદ વચ્ચે રાહુલ ગાંધી સમક્ષ મંચ પર ઇરફાન આલમ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા ન હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
