તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
"જે રોટલી બળી જાય છે તેને ફેંકી દેવામાં આવે છે": લાલુ યાદવના 'રોટલી ફેરવવા'ના નિવેદન પર JDU ના નેતાનો પલટવાર
JDU નેતા અશોક ચૌધરીએ RJD પર સાધ્યું નિશાન: "આ એ જ બિહાર છે જેણે અફઘાનિસ્તાનથી બાંગ્લાદેશ સુધી શાસન કર્યું હતું"

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના રેકોર્ડબ્રેક મતદાન વચ્ચે રાજકીય નિવેદનબાજી ચરમસીમાએ પહોંચી છે. RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ટ્વિટર (X) પર 'રોટલી'નું ઉદાહરણ આપીને સત્તા પરિવર્તનની હાકલ કરી હતી, જેના પર JDU નેતા અશોક ચૌધરીએ તીખો પલટવાર કર્યો છે.
લાલુ યાદવે પોસ્ટ કર્યું હતું કે, "રોટલી તવામાંથી ફેરવવી જોઈએ નહીં તો તે બળી જશે. ૨૦ વર્ષ ઘણો લાંબો સમય છે! હવે, એક યુવાન સરકાર અને નવા બિહાર માટે, તેજસ્વી સરકાર એકદમ જરૂરી છે." આના પર પ્રતિક્રિયા આપતા JDU નેતા અશોક ચૌધરીએ કહ્યું, "જે રોટલી બળી જાય છે તેને ફેંકી દેવામાં આવે છે." આ નિવેદન દ્વારા તેમણે એ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો કે જનતાએ લાલુ યાદવની પાર્ટી (RJD) ને નકારી દીધી છે.
મોર્યકાળનું સ્મરણ: અશોક ચૌધરીએ બિહારના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરાવતા લોકોને અપીલ કરી કે "આ એ જ બિહાર છે જેણે અફઘાનિસ્તાનથી બાંગ્લાદેશ સુધી શાસન કર્યું હતું." તેમણે કહ્યું કે મૌર્ય કાળ દરમિયાન આપણો સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ છે, અને તેને પાછું મેળવવા માટે આપણે જાતિગત રાજકારણથી ઉપર ઉઠીને વિકાસ માટે મતદાન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ૬૦.૧૩% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જેણે છેલ્લા એક દાયકાના મતદાનના રેકોર્ડ તોડ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
