તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
બિહાર ચૂંટણીમાં ભારે તણાવ: નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાના કાફલા પર હુમલો, ચપ્પલ-પથ્થર અને છાણ ફેંકાયા; ચૂંટણી પંચનો કડક કાર્યવાહીનો આદેશ
સિન્હા જ્યારે મતદાન મથકની મુલાકાતે જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને ઘેરી લેવામાં આવ્યો હતો: તેમણે આક્ષેપ કર્યો કે ખોરિયારી ગામના બૂથ નંબર ૪૦૪ અને ૪૦૫ પરથી તેમના એજન્ટોને ભગાડી દેવાયા''તા

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ૬૦% થી વધુ મતદાન થયું છે ત્યારે આજે લખીસરાયમાં તંગદિલી સર્જાઈ હતી. લખીસરાય બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા જ્યારે મતદાન મથકની મુલાકાતે જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને ઘેરી લેવામાં આવ્યો હતો.
ડિજિટલ મીડિયા અને એક્સ (X) પર વાયરલ થયેલા વીડિયો મુજબ, વિરોધીઓના ટોળાએ તેમના વાહન પર ચપ્પલ, પથ્થર અને છાણ પણ ફેંક્યું હતું અને 'મુરદાબાદ'ના નારા લગાવ્યા હતા. વિજય સિન્હાએ આ હુમલા માટે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમણે આક્ષેપ કર્યો કે ખોરિયારી ગામના બૂથ નંબર ૪૦૪ અને ૪૦૫ પરથી તેમના એજન્ટોને ભગાડી દેવાયા હતા. આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારતીય ચૂંટણી પંચે રાજ્યના પોલીસ વડાને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
