<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

એક બેન્‍કકર્મીએ તેના પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી

રુઆઝમગઢ તા.૭: ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  શહેરના કોતવાલી વિસ્‍તારના રૈડોપુર વિસ્‍તારમાં એક બેન્‍કકર્મીએ તેના પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો છે. આ ઘૃણાસ્‍પદ કાંડનો ૧૧ સેકન્‍ડનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે, યુવક નશાની હાલતમાં જમીન પર લાચારીથી પડેલો છે, જ્‍યારે આરોપી બેખોફ થઈને તેના ચહેરા પર પેશાબ કરી રહ્યો છે. પોલીસે વીડિયોને ગંભીરતાથી લઈને તાત્‍કાલિક કાર્યવાહી કરીને બેંક કર્મચારીની ધરપકડ કરી લીધી છે.

આરોપી સાહિલ કુમાર મઉ જિલ્‍લામાં એક બેન્‍કમાં કર્મચારી છે અને રૈડોપુરમાં LIC નંબર-૨ ઓફિસની બિલ્‍ડિંગ પાછળ રહે છે. પીડિત તેનો પાડોશી અને નજીકનો મિત્ર હોવાની માહિતી મળી રહી છે. બંને નાશાના આદિ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે પરંતુ તે હવે વાઈરલ થયો છે. કદાચ જૂની અદાવત અથવા નશાની મહેફિલમાં થયેલું આ કૃત્‍ય હવે સોશિયલ મીડિયાના કારણે જાહેર થઈ ગઈ છે. વીડિયો વાઈરલ થતાંની સાથે જ વિસ્‍તારમાં સનસની મચી ગઈ છે. લોકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર AzamgarhPeshabKand જેવા હેશટેગ ટ્રેન્‍ડ કરી રહ્યા છે.

પોલીસે આ વીડિયોને ગંભીરતાથી લઈને તાત્‍કાલિક તપાસ શરૂ કરી. શહેરના પોલીસ અધિક્ષક શુભમ ટોડીએ જણાવ્‍યું કે, વાઈરલ વીડિયોના આધારે અમે તાત્‍કાલિક રિપોર્ટ દાખલ કર્યો છે. આરોપી સાહિલ કુમારની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો છે. વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આરોપી અને પીડિત વચ્‍ચે કોઈ જૂની દુશ્‍મનાવટ નહોતી, પરંતુ દારૂના નશામાં આ શરમજનક હરકત કરી હતી. પીડિત યુવકે હજુ સુધી ઔપચારિક ફરિયાદ નથી નોંધાવી, પરંતુ પોલીસે સ્‍વતઃ સંજ્ઞાન લીધુ છે. 

(9:59 AM IST)