હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વંદે માતરમ્ના ૧૫૦ વર્ષની ગૌરવશાળી ગાથા: PM મોદીએ સ્મારક ટપાલ ટિકિટ, વિશેષ સ્મારક સિક્કો અને પોર્ટલ 'vande mataram150.in' લોન્ચ કર્યું!
રાષ્ટ્રગાનનો સંદેશ હવે નવી પેઢીઓ સુધી પહોંચશે; ડાક વિભાગની 'ડાક સેવા 2.0' એપ્લિકેશન પણ લોન્ચ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી બંકિમચંદ્ર ચેટર્જીના અમર સર્જન 'વંદે માતરમ'ના ૧૫૦ વર્ષની ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ નિમિત્તે નવી દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં સ્મારક ટપાલ ટિકિટ અને વિશેષ સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે, તેમણે 'વંદે માતરમ'ના શાશ્વત સંદેશને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી 'vande mataram150.in' નામનું વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પગલાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આ સ્મારક લોન્ચિંગ સાથે આપણા રાષ્ટ્રગીતની પ્રેરણા અમર રહેશે.
વધુમાં, ભારતીય ટપાલ વિભાગે તેની સેવાઓને આધુનિક અને ઝડપી બનાવવા માટે 'ડાક સેવા 2.0' મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ નવી એપ ગ્રાહકોને પોસ્ટ ઓફિસની મુલાકાત લીધા વિના, ઘરે બેઠા ટ્રેકિંગ, પોસ્ટ ઓફિસ શોધ અને પોસ્ટેજ કેલ્ક્યુલેટર જેવી અનેક સુવિધાઓ તેમના મોબાઇલ પર જ પૂરી પાડશે. આ એપ ગુજરાતી સહિત કુલ ૨૩ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી દેશના ખૂણે-ખૂણે રહેલા લોકોને ટપાલ સેવાઓનો લાભ સરળતાથી મળી શકે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
