ન્યૂયોર્કનો નવો અધ્યાય: ઝોહરાન મમદાનીએ ઇતિહાસ રચ્યો, સંપૂર્ણ 'મહિલા ટીમ'ની પસંદગી!
ભારતીય મૂળના, યુગાન્ડામાં જન્મેલા ૩૪ વર્ષીય ઝોહરાન મમદાની સદીના સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર બનવા તૈયાર; 'ન્યાય અને સમાનતા'ના મિશન સાથે કરી નવી ટીમની જાહેરાત.

ન્યૂયોર્ક: ન્યૂયોર્કના રાજકારણમાં એક યુગપરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. ડેમોક્રેટિક સમાજવાદી નેતા અને ભારતીય મૂળના ઝોહરાન મમદાની (૩૪)એ ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. તેઓ શહેરના પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયન વંશના અને એક સદીમાં સૌથી યુવા મેયર બનવા જઈ રહ્યા છે. બુધવારે (૫ નવેમ્બર, ૨૦૨૫) મમદાનીએ તેમની પરિવર્તન ટીમ (Transition Team)ની જાહેરાત કરીને વધુ એક સનસનાટી મચાવી છે, કારણ કે આ આખી ટીમમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે!
ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે, "અમે એક એવું વહીવટીતંત્ર બનાવીશું જે આ શહેરના દરેક નાગરિક જેટલું જ સક્ષમ અને દયાળુ, પ્રામાણિક અને મહેનતુ હશે." તેમણે ન્યાય, સમાનતા અને સંવેદનશીલતા પર આધારિત નવા ન્યૂ યોર્કનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમની ઓલ-વુમન ટીમમાં પૂર્વ ડેપ્યુટી મેયર મારિયા ટોરેસ-સ્પ્રિંગર, પૂર્વ FTC ચેર લીના ખાન અને યુનાઇટેડ વે ઓફ ન્યૂ યોર્ક સિટીના CEO ગ્રેસ બોનિલા જેવી સક્ષમ મહિલાઓનો સમાવેશ થાય છે. મમદાની ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પદ સંભાળશે અને ભાડા ફ્રીઝ, મફત બસ સેવા અને સાર્વત્રિક બાળ સંભાળ જેવા તેમના પ્રગતિશીલ વચનો પર કામ શરૂ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
