<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સનાતન શક્તિનું પ્રદર્શન: ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીની આગેવાનીમાં દિલ્હીથી વૃંદાવન 'હિન્દુ સનાતન એકતા પદયાત્રા'નો પ્રારંભ!

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ યાત્રાને 'રાજકીય નહીં, આધ્યાત્મિક કૂચ' ગણાવી; સનાતનીઓને એકતાનું પ્રતીક આપવા જયા કિશોરીનું આહ્વાન: સાત સંકલ્પો લેવામાં આવ્યા

નવી દિલ્હી: આજે શુક્રવારે દિલ્હીના ઈન્દ્રપ્રસ્થ ખાતેથી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની આગેવાનીમાં "હિન્દુ સનાતન એકતા પદયાત્રા 2.0"નો ભવ્ય પ્રારંભ થયો છે, જે વૃંદાવન સુધી ચાલશે. આ યાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે પ્રખ્યાત કથાકાર જયા કિશોરી પણ જોડાશે. જયા કિશોરીએ વીડિયો સંદેશ દ્વારા સનાતનીઓને આ યાત્રામાં ભાગ લેવા વિનંતી કરતા કહ્યું કે, "આ યાત્રા સમગ્ર વિશ્વને એકતાનું પ્રતીક આપવા જઈ રહી છે."

યાત્રાના પ્રારંભ પહેલાં દિલ્હીના કાત્યાયની મંદિર સંકુલમાં સંતો અને ઋષિઓની હાજરીમાં એક મંચ કાર્યક્રમ યોજાયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ યાત્રાના પાંચ મુખ્ય સંદેશ આપતા ભારપૂર્વક જણાવ્યું કે, "આ રાજકીય નહીં, પરંતુ આધ્યાત્મિક કૂચ છે. આ યાત્રા તણાવ માટે નહીં, પણ હિન્દુઓનો ભય દૂર કરવા અને હિન્દુઓને જાગૃત કરીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ભાવનાને મજબૂત કરવા માટે છે." તેમણે સ્પષ્ટ કર્યું કે જાતિવાદને દૂર કરીને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાનો આ યાત્રાનો મુખ્ય હેતુ છે. આ પદયાત્રામાં ૩૦૦થી વધુ મુસ્લિમ સભ્યો પણ ભાગ લઈ રહ્યા છે, જે આ યાત્રાને 'લોકોને એકીકૃત' કરનારી ગણાવી રહ્યા છે. યાત્રા દરમિયાન જાતિ અને વર્ગના ભેદભાવ દૂર કરવા, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું, અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા જેવા સાત સંકલ્પો લેવામાં આવ્યા છે.

(5:58 PM IST)