News of Friday, 7th November 2025
શું દર મહિને ₹૪ લાખ પૂરતા નથી?: મોહમ્મદ શમીની પત્નીએ ભરણ પોષણ માટે 10 લાખની માંગણી કરી તો સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ
૨૦૧૮માં હસીન જહાંએ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને તેનાથી અલગ થવાની જાહેરાત કરી હતી: હસીન જહાંએ પોતાના અને પોતાની પુત્રી માટે માસિક ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરી

જયપુર : મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી છે, જેમાં તેમણે ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરી હતી.
હસીન જહાંએ પોતાના અને પોતાની પુત્રી માટે માસિક ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરી છે. તેમણે કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે, જેમાં પોતાના માટે ₹૧.૫ લાખ અને પોતાની પુત્રી માટે ₹૨.૫ લાખ માસિક ભરણપોષણ નક્કી કરવામાં આવ્યું હતું.
અરજીમાં હસીન જહાંએ જણાવ્યું હતું કે શમીની આવક અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ રકમ અપૂરતી છે, અને તેથી તેમણે કોર્ટને ભરણપોષણ વધારવાની અપીલ કરી છે. કોર્ટે હસીન જહાંને પૂછ્યું, "શું ₹૪ લાખની રકમ પૂરતી નથી?" કોલકાતા હાઈકોર્ટે શમીને તેની પુત્રીને ₹2.5 લાખ અને પત્નીને ₹1.5 લાખ ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હસીન જહાંએ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
હસીન જહાંએ ₹4 લાખની રકમને અપૂરતી ગણાવીને સુપ્રીમ કોર્ટને ભરણપોષણ તરીકે ₹10 લાખ આપવા વિનંતી કરી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને મોહમ્મદ શમીને નોટિસ ફટકારી છે, જેમાં ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી નક્કી કરવામાં આવી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
