બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાન બાદ ચર્ચા: 'બંગાળના સચોટ આગાહીકર્તા' જનસુરાજ નેતા પ્રશાંત કિશોરે મહાગઠબંધનને ત્રીજા સ્થાને ધકેલવાની કરી આગાહી!
પ્રથમ તબક્કાના ૬૪.૬૬% બમ્પર વોટિંગે રાજકીય પક્ષોને ચોંકાવ્યા; પીકેએ કહ્યું: 'આ મતદાન પરિવર્તન ઈચ્છતા લોકોનો ઉત્સાહ દર્શાવે છે, એક્સ-ફેક્ટર છે સ્થળાંતરિત મજૂરો.'

પટણા, બિહાર : બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકો પર સ્વતંત્રતા પછીના સૌથી વધુ ૬૪.૬૬ ટકા બમ્પર મતદાન નોંધાયા બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. આ ભારે મતદાનનું વિશ્લેષણ કરતાં, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સચોટ આગાહી કરનાર અને જનસુરાજ નેતા પ્રશાંત કિશોર (PK) એ પોતાની મોટી આગાહી જાહેર કરી છે.
પટણામાં મીડિયા સાથે વાતચીત કરતાં પ્રશાંત કિશોરે કહ્યું કે, આટલું મોટું મતદાન બે બાબતો દર્શાવે છે: પ્રથમ, બિહારના ૬૦% થી વધુ લોકો પરિવર્તન ઈચ્છે છે અને રાજકીય વિકલ્પોના અભાવની ઉદાસીનતા હવે દૂર થઈ છે. બીજું, છઠ્ઠ પછી મોટી સંખ્યામાં રોકાયેલા સ્થળાંતરિત મજૂરોએ જબરદસ્ત મતદાન કર્યું છે. પીકેના મતે, આ ચૂંટણીમાં એક્સ-ફેક્ટર સ્થળાંતરિત મજૂરો છે અને તેમનું વલણ પરિણામ નક્કી કરશે.
સૌથી સનસનાટીપૂર્ણ આગાહીમાં, પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મહાગઠબંધન (RJD-કોંગ્રેસ) આ લડાઈમાં ત્રીજા સ્થાને રહી શકે છે. તેમણે કહ્યું કે બિહારના લોકો લાલુ-રાબડીના ૧૫ વર્ષ અને નીતિશ-ભાજપના ૨૦ વર્ષના શાસન પછી જન સ્વરાજના રૂપમાં નવો વિકલ્પ શોધી રહ્યા છે. જોકે, ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ NDA ૧૦૦ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે તેજસ્વી યાદવે બમ્પર મતદાનને મહાગઠબંધનની જીત પરની મહોર ગણાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
