<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

બિહારમાં મુખ્યમંત્રી યોગીનો 'લાલટેન યુગ' પર તીખો હુમલો, કહ્યું - 'બિહારને ફરી અંધકાર અને અપરાધ નથી જોઈતો'

ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે બિહારમાં એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરતા વિપક્ષી ગઠબંધનને આડે હાથ લીધું

બિહાર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રક્સૌલમાં એક જંગી સભાને સંબોધી હતી. તેમણે આરજેડી-કોંગ્રેસ ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા અને આરજેડીના ચૂંટણી ચિન્હ 'લાલટેન' પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે બિહારની જનતા હવે વિકાસના 'એલઈડી યુગ'માં છે અને તેમને ફરીથી 'લાલટેન યુગ'નો અંધકાર અને ગુંડારાજ નથી જોઈતું.

 

ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે બિહારમાં એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરતા વિપક્ષી ગઠબંધનને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું, "જેમણે બિહારને દાયકાઓ સુધી અંધકારમાં રાખ્યું, જેમણે યુવાનોના હાથમાં પુસ્તકોને બદલે હથિયારો પકડાવ્યા, તે 'લાલટેન' વાળા લોકો ફરીથી બિહારને લૂંટવા નીકળ્યા છે."

 

તેમણે દાવો કર્યો કે ફક્ત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'ડબલ એન્જિન' સરકાર જ બિહારને સુશાસન, સુરક્ષા અને વિકાસ આપી શકે છે. 

(9:49 PM IST)