<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

દેશને ૪ નવી વંદેભારત ટ્રેનોની ભેટઃ વારાણસીથી પીએમ મોદીએ લીલીઝંડી બતાવી

વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્‍હી અને એર્નાકુલમ-બેંગલુરૂ રૂટ પર દોડશે

નવી દિલ્‍હી, તા.૮: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે રાષ્‍ટ્રને ચાર નવી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનો રજૂ કરી હતી. પીએમ મોદીએ વારાણસીથી આ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાં લખનૌ-સહારનપુર વંદે ભારત એક્‍સપ્રેસ, ફિરોઝપુર-દિલ્‍હી વંદે ભારત એક્‍સપ્રેસ, એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્‍સપ્રેસ અને વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્‍સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના સંચાલનથી મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક મુસાફરીનો અનુભવ મળશે.

બનારસ-ખજુરાહો વંદે ભારત એક્‍સપ્રેસ આ રૂટ પર પહેલી વાર સીધી કનેક્‍ટિવિટી પૂરી પાડશે, જેનાથી મુસાફરો માટે હાલની ખાસ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીનો સમય લગભગ ૨ કલાક અને ૪૦ મિનિટ ઓછો થશે. આ હાઇ-સ્‍પીડ ટ્રેન ભારતના મુખ્‍ય ધાર્મિક અને સાંસ્‍કળતિક સ્‍થળો વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો વચ્‍ચે કનેક્‍ટિવિટી પૂરી પાડશે. આ ટ્રેનના સંચાલનથી ધાર્મિક અને સાંસ્‍કળતિક પર્યટનને વેગ મળશે, સાથે જ યાત્રાળુઓને યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ સાઇટ ખજુરાહો સુધી ઝડપી, આધુનિક અને આરામદાયક મુસાફરી પણ મળશે.

લખનૌ-સહારનપુર વંદે ભારત એક્‍સપ્રેસ લગભગ ૭ કલાક અને ૪૫ મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે, જેનાથી લગભગ ૧ કલાકનો મુસાફરી સમય બચશે. લખનૌ, સીતાપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુર જતા મુસાફરોને આ ટ્રેનનો લાભ મળશે. તે હરિદ્વાર જતા લોકો માટે વધુ સારી સુવિધા પણ પૂરી પાડશે. આ ટ્રેન પヘમિ અને મધ્‍ય ઉત્તર પ્રદેશમાં કનેક્‍ટિવિટી અને વિકાસને વેગ આપશે.

ફિરોઝપુર-દિલ્‍હી વંદે ભારત એક્‍સપ્રેસ આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે. તે ફક્‍ત ૬ કલાક અને ૪૦ મિનિટમાં મુસાફરી કરશે. તે દિલ્‍હીને પંજાબના મુખ્‍ય શહેરો, જેમ કે ફિરોઝપુર, ભટિંડા અને પટિયાલા સાથે જોડશે, જેનાથી વેપાર, પર્યટન અને રોજગારની તકોમાં વધારો થશે.

એર્નાકુલમ-બેંગ્‍લુરુ વંદે ભારત એક્‍સપ્રેસ ૮ કલાક અને ૪૦ મિનિટમાં મુસાફરી કરશે, જેનાથી મુસાફરીનો સમય ૨ કલાકથી વધુ ઘટશે. આ રૂટ પર વંદે ભારત એક્‍સપ્રેસનું સંચાલન IT અને વ્‍યવસાયિક કેન્‍દ્રોને કનેક્‍ટિવિટી પ્રદાન કરશે અને વ્‍યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક વચ્‍ચે આર્થિક સહયોગ અને પ્રાદેશિક વિકાસને પ્રોત્‍સાહન આપશે. (રર.૧૬)

(1:37 PM IST)