<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

મુરાદાબાદ કોર્ટે અભિનેત્રી અમિષા પટેલને ૨ લાખના ચેક રિટર્ન કેસમાં સમન્સ પાઠવ્યું

એક ઇવેન્ટમાં હાજર ન રહેવા અને લીધેલી રકમ પરત કરવાના કેસમાં સમાધાન પેટે આપેલો ૨ લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થતાં મુરાદાબાદની કોર્ટે અભિનેત્રી અમિષા પટેલને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.

 

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે. મુરાદાબાદની એક ઇવેન્ટ કંપનીએ અમિષા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આરોપ મુજબ, અભિનેત્રીએ ૨૦૧૭ માં એક લગ્ન સમારોહમાં ડાન્સ કરવા માટે ૧૧ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે કાર્યક્રમમાં હાજર રહી ન હતી.

 

આ કેસમાં બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું, જેના ભાગરૂપે અમિષા પટેલે કંપનીને પૈસા પરત કરવાના હતા. આ સમાધાન પેટે આપવામાં આવેલો ૨ લાખ રૂપિયાનો ચેક બેંકમાં જમા કરાવતા તે 'અપર્યાપ્ત ભંડોળ'ના કારણે બાઉન્સ થયો હતો. 

 

આથી, ઇવેન્ટ કંપનીએ ફરીથી કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પગલે મુરાદાબાદની અદાલતે હવે અમિષા પટેલને ચેક રિટર્ન કેસમાં સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો છે.

 

(9:35 AM IST)