તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
દિલ્હીના રીઠાલામાં બંગાળી બસ્તીમાં ભીષણ આગઃ ઝૂંપડપટ્ટી ભડભડ સળગીઃ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટયા
૫૦૦ પરિવારો બેઘર, એકનું મોત

નવી દિલ્હી, તા.૮: દિલ્હીના રોહિણી વિસ્તારમાં રીઠાલા મેટ્રો મથક નજીક બંગાળી બસ્તી નામની ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક થયેલા અનેક સિલિન્ડર વિસ્ફોટોએ આગને વિકરાળ બનાવી દીધી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મળત્યુ થયું છે અને એક બાળક ગંભીર રીતે દાઝી ગયું છે.
શુક્રવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે દિલ્હીના રીઠાલા મેટ્રો મથક પાસે આવેલી બંગાળી બસ્તીમાં આગ લાગવાનો કોલ મળતા જ અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ગીચ વિસ્તારમાં રહેલા ઝૂંપડાંઓમાં આગ ઝડપથી ફેલાઈ હતી. આગ વચ્ચે જ ઘરોમાં રહેલા રસોઈ ગેસના નાના-મોટા સિલિન્ડરોમાં એક પછી એક વિસ્ફોટ થવાનું શરૂ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અગ્નિશમન દળના જવાનો માટે કામગીરી મુશ્કેલ બની હતી.
અગ્નિશમન દળની કુલ ૨૯ ગાડીઓ અને રોબોટિક ફાયર યુનિટોએ આખી રાત ભારે જહેમત ઉઠાવી શનિવારે સવારે આગ પર કાબૂ મેળવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ભીષણ આગમાં ૫૦૦થી વધુ ઝૂંપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે હજારો લોકો કડકડતી ઠંડીમાં બેઘર બન્યા છે.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મળત્યુ નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા એક બાળકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
હાલમાં, આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સિલિન્ડર વિસ્ફોટ મુખ્ય કારણ મનાઈ રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
