<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

TDS મોડું ભરનાર સરકારી વિભાગો સહિતનાઓ સામે નોટીસનો મારો

૧૦ વર્ષમાં ટીડીએસ નહીં ભરવાના કારણે કરવામાં આવેલી કાર્યવાહી : ટીડીએસ રીટર્નની સાથે દંડ ભરવામાં આવે તો કાર્યવાહીથી બચી શકાય ઇન્‍કમટેક્‍સના નિયમ પ્રમાણે ટીડીએસ સમયસર ભરવામાં આવ્‍યું નહીં હોય તો જ્‍યારે પણ ભરવામાં આવે તો ટીડીએસની રકમની સાથે દંડ પણ ભરવાનો રહેશે. જો તે ભરવામાં આવ્‍યો નહીં હોય તેવા કિસ્‍સામાં વસુલાત માટેની નોટીસ ફટકારવામાં આવી શકે છે. જેથી આવી તમામ નાની બાબતોની કાળજી રાખીને જ ટીડીએસ માટેનું રીટર્ન ભરવું જોઇએ.

મુંબઈ,તા.૦૮: સરકારી વિભાગમાં કરતી એજન્‍સી પાસેથી બે ટકા પ્રમાણે ટીડીએસ કાપીને ઈન્‍કમટેક્‍સ વિભાગમાં જમા કરાવવાનો નિયમ છે. તેમ છતાં કેટલાક સરકારી વિભાગો દ્વારા નાણાની ચુકવણી કરતી વખતે ટીડીએસ કાપવામાં આવ્‍યા વિના જ ચુકવણી કરી દેવાતી હોય છે. તે બાબત ઇન્‍કમટેક્‍સ વિભાગને ધ્‍યાને આવતા ટીડીએસ ભરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

સરકારી વિભાગ હોય અથવા તો અન્‍ય કોઈ પણ વ્‍યક્‍તિને કંપનીમાંથી નાણાની ચુકવણી કરવામાં આવે તો ઇન્‍કમટેક્‍સના નિયમ પ્રમાણે બે ટકા ટીડીએસ કાપીને ઇન્‍કમટેક્‍સ વિભાગમાં જમા કરાવી દેવાનો હોય છે. સામેવાળા વ્‍યક્‍તિ દ્વારા જયારે આઈટી રીટર્ન ભરે ત્‍યારે તે રકમ ટેક્‍સમાં ભરવાપાત્ર નહીં હોય તો કરદાતાને ખાતામાં જમા મળી જતી હોય છે. પરંતુ કેટલાક સરકારી વિભાગો દ્વારા એજન્‍સીને નાણાની ચુકવણી કરતી કરતે વખતે બે ટકા ટીડીએસ કાપીને વિભાગમાં જમા કરાવતા નહીં હોવાનુ ઈન્‍કમટેક્‍સ વિભાગને ધ્‍યાને આવ્‍યું હતુ. તેથી છેલ્‍લા ૧૦ વર્ષના કેસની ઉલટ તપાસ કરીને અનેક સરકારી વિભાગોની સાથે સાથે ટીડીએસ નહીં ભરનાર કંપનીઓને પણ મોટાપાયે ટીડીએસ ભરવા માટે નોટીસ ફટકારી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત કેટલીક સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા ટીડીએસ ભરવાની સમયમર્યાદા પુરી થયા બાદ મોડું રીટર્ન ફાઈલ કર્યું હોય છે. ટીડીએસ મોડું ભરવામાં આવે તો પ્રતિ દિવસના ૨૦૦ રુપિયા પ્રમાણે દંડ પણ ભરવાનો હોય છે. તેમાં મોટાભાગે સરકારી વિભાગો આ નિયમનુ પાલન કર્યુ નહીં હોવાનું પણ ઈન્‍કમટેક્‍સ વિભાગને ધ્‍યાને આવતા તે રકમની પણ ગણતરી કરીને ભરપાઈ કરવા માટે નોટીસ ફટકારી હોવાનુ બહાર આવ્‍યું છે. આ માટે ઈન્‍કમટેક્‍સ વિભાગે છેલ્‍લા ૧૦ વર્ષમાં કેટલા રુપિયા ટીડીએસ પેટે ભરવાના થાય છે અને તેમાં કેટલા રુપિયાનો દંડ ભરવાનો થાય છે તેની પણ ગણતરી કરીને નોટીસ મોકલવામાં આવી છે. જેથી એક અંદાજ પ્રમાણે એક સરકારી વિભાગ પાસેથી ૫૦ હજાર રુપિયા અથવા તેના કરતા વધુ રુપિયા ભરવા માટે અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.

 

(10:00 AM IST)