તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
પંજાબમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી: પક્ષપાતના આરોપો બાદ તરનતારનના SSP સસ્પેન્ડ!
શિરોમણી અકાલી દળની ફરિયાદ પર ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરી, અમૃતસરના કમિશનરને સોંપાયો વધારાનો હવાલો.

ચંદીગઢ : પંજાબમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા એક રાજકીય હલચલ મચાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચ (Election Commission of India - ECI) એ તરનતારનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) રવજોત કૌર ગ્રેવાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
પક્ષપાતના આરોપો: આ કાર્યવાહી શિરોમણી અકાલી દળ (SAD) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. SAD એ આરોપ લગાવ્યો હતો કે 11 નવેમ્બરના રોજ સરહદી જિલ્લા તરનતારનમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા રવજોત ગ્રેવાલ અને અન્ય બે પોલીસ અધિકારીઓ શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP)ની તરફેણ કરી રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા જાળવવા માટે ECI એ આ ગંભીર પગલું ભર્યું છે.
ચૂંટણી પંચે અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરને તરનતારનના SSPનો વધારાનો હવાલો સોંપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
