તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
અમેરિકન રાજકારણમાં ગરમાવો: ટ્રમ્પના ડેમોક્રેટ્સ પર 'કૂતરા' જેવા વાંધાજનક પ્રહારો
શટડાઉનને લઈને ટ્રમ્પ આક્રમક: 'ફિલિબસ્ટર' ખતમ કરવા રિપબ્લિકનને સલાહ, ડેમોક્રેટ્સને 'ડરેલા કૂતરા' કહ્યાં

નવી દિલ્હી : અમેરિકાના રાજકારણમાં શટડાઉનને લઈને તણાવ ચરમસીમાએ છે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ શાસક ડેમોક્રેટિક પાર્ટી પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે 'ડેમોક્રેટ્સ દબાણમાં કૂતરાની જેમ તૂટી પડ્યાં છે, કારણ કે તેઓ ખૂબ જ ડરી ગયા છે કે હું રિપબ્લિકન પાર્ટી સાથે ફિલિબસ્ટરને સમાપ્ત કરવામાં પ્રગતિ કરી રહ્યો છું.' ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીને ફિલિબસ્ટરને 'ઉડાવી દેવા' અને વોટર ID કાયદા જેવી મહત્ત્વપૂર્ણ નીતિગત જીત હાંસલ કરવા માટે ભારપૂર્વક સલાહ આપી છે.
વૉશિંગ્ટન ડી.સી.માં ચાલી રહેલો શટડાઉનનો આજે ૩૯મો દિવસ હતો, પરંતુ સેનેટમાં તેને સમાપ્ત કરવા અંગે કોઈ સહમતિ બની નથી. સેનેટના મેજોરિટી લીડર જૉન થ્યૂને ટ્રમ્પના 'ફિલિબસ્ટર' ખતમ કરવાના સૂચનને વ્યવહારિક ગણાવીને નકારી દીધું છે, કારણ કે તેને લાગુ કરવા માટે ૬૦ મતોની જરૂર પડે છે. આ મતભેદનું મુખ્ય કારણ ઓબામાકેર હેઠળ અપાતા ટેક્સ ક્રેડિટ છે. ડેમોક્રેટ્સ આ કર લાભોને વર્ષના અંત સુધી લંબાવવા પર અડગ છે, જ્યારે રિપબ્લિકન સરકાર ખુલ્યા પછી જ આ મુદ્દે વાત કરવા તૈયાર છે.
શુક્રવારે, રિપબ્લિકન સાંસદોએ ડેમોક્રેટ્સના એ પ્રસ્તાવને ફગાવી દીધો, જેમાં આરોગ્ય વીમા સબસિડીમાં વધારો અને સરકાર માટે કામચલાઉ ફંડિંગની વ્યવસ્થા સામેલ હતી. વળતા જવાબમાં, ડેમોક્રેટ્સે પણ સૈન્ય નિર્માણ, વેટરન અફેયર્સ અને કૃષિ માટેના બજેટ સંબંધિત રિપબ્લિકનના પ્રસ્તાવને નકારી કાઢ્યો. બંને પક્ષો દ્વારા કડક વલણ અપનાવવામાં આવતાં શટડાઉનનો ઉકેલ આવતો નથી.
આ બધા વચ્ચે, ટ્રમ્પે એક નવું સૂચન રજૂ કર્યું છે: તેમણે કહ્યું છે કે ઓબામાકેર હેઠળ વીમા કંપનીઓને અપાતા અબજો ડોલર સીધા નાગરિકોને આપવા જોઈએ, જેથી તેઓ પોતાની મરજીથી વધુ સારી આરોગ્ય સેવાઓ ખરીદી શકે. ટ્રમ્પે 'મોટી, લોભી વીમા કંપનીઓ પાસેથી પૈસા લઈને જનતાને આપો' તેવો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ સાથે જ ફિલિબસ્ટરનો અંત લાવવાના પોતાના પક્ષને ફરી મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
