<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ફ્લોરિડામાં ભયાનક અકસ્માત: પોલિસથી બચવા કાર ઘૂસી બારમાં ઘૂસી, ૪ના મોત!

ટામ્પામાં નાઇટ લાઇફનું સપનું બન્યું સ્વપ્ન: ૧૧ લોકો ઇજાગ્રસ્ત, બેની હાલત ગંભીર

ટામ્પા: અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પ્રખ્યાત શહેર ટામ્પામાં એક અત્યંત દર્દનાક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસથી બચવાના પ્રયાસમાં એક યુવકે જે કાર ચલાવી તે ભીડભાડવાળા બારમાં ધૂસી ગઈ, જેના કારણે ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા અને ૧૧ અન્ય લોકો ઘાયલ થયા. આ ઘટના રાત્રે લગભગ ૧૨:૪૦ વાગ્યે બની હતી જ્યારે પોલીસે ખતરનાક ડ્રાઇવિંગ બદલ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરે પોલીસ વાહનને જોઈને અચાનક સ્પીડ વધારી દીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. પીછો કરવામાં આવતા, આરોપી પોતાની કાર પરનો કાબૂ ગુમાવી બેઠો અને તે સીધી એક ધમધમતા બારના ગ્રાહકોની ભીડમાં ઘૂસી ગઈ. આ ભયાનક ટક્કરમાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. હાલમાં ૧૧ ઘાયલોમાંથી બેની હાલત નાજુક છે.
પોલીસે તાત્કાલિક પગલાં ભરીને શંકાસ્પદ આરોપીની ઓળખ ૨૨ વર્ષીય સિલાસ સિમ્પસન તરીકે કરી છે. ઘટના પહેલા પણ તેને અન્ય સ્થળે બેદરકારીપૂર્વક વાહન ચલાવતો જોવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેને હિલ્સબોરો કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, અને તેની વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મૃત્યુનું કારણ બનવા, પોલીસથી ભાગી જવા અને ભાગી જવાનો પ્રયાસ કરવા બદલ ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
ટામ્પામાં થયેલી આ ઘટનાએ શહેરના નાઇટ લાઇફના માહોલને ગંભીર આંચકો આપ્યો છે. એક નાનકડી ભૂલ અને ગેરકાનૂની કૃત્યના કારણે ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે ૧૧ લોકોનું જીવન જોખમમાં મુકાયું. આ અકસ્માત એક ગંભીર ચેતવણી સમાન છે.

(3:06 PM IST)