<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

મારો જીવ જોખમમાં છે, મારી હત્‍યા પણ થઇ શકે છેઃ તેજ પ્રતાપ યાદવ

તેજ પ્રતાપ યાદવને વાય પ્‍લસ સુરક્ષા આપવામાં આવી છે, તેમણે ચૂટણી પ્રચારમાં વારંવાર તેમના નાનાભાઇને બાળક કહીને ટોણો માર્યો હતો અને કહ્યું કે તે હજુ બાળક છે, તેને ખબર નથી અને હું બાળક છે, તેને ખબર નથી અને હું ચૂંટણી પછી તેને ઠપકો આપીશ

પટણા (બિહાર): બિહાર વિધાનસભા ચૂંટણીના રણમેદાનમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સ્થાપક લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે એક મોટું નિવેદન આપીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. મહુઆ વિધાનસભા બેઠક પરથી જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા તેજ પ્રતાપને ૧૧ નવેમ્બરે બીજા તબક્કાના મતદાન પહેલા Y-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. સુરક્ષા વધારાયા બાદ તેમણે કહ્યું, "મારો જીવ જોખમમાં છે, મારી હત્યા પણ થઈ શકે છે. દુશ્મનો મારી પાછળ પડી રહ્યા છે."
આ વિધાનસભા ચૂંટણીમાં તેજ પ્રતાપ અને તેમના નાના ભાઈ તથા મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ વચ્ચેનો પારિવારિક ઝઘડો ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. તેજસ્વીએ મહુઆમાં તેજ પ્રતાપ વિરુદ્ધ RJDના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો, જેના જવાબમાં તેજ પ્રતાપે પણ તેજસ્વીની રાઘોપુર બેઠક પર પોતાના પક્ષના ઉમેદવાર માટે જોરદાર પ્રચાર કર્યો હતો. આ ઝઘડામાં તેજ પ્રતાપે અનેકવાર પોતાના નાના ભાઈને 'બાળક' કહીને ટોણો માર્યો હતો.
નોંધનીય છે કે તેજ પ્રતાપને ગયા વર્ષે મે મહિનામાં RJDમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ સતત આરોપ લગાવતા રહ્યા છે કે તેમને પરિવાર અને રાજકારણમાં કાવતરાં દ્વારા અલગ પાડવામાં આવી રહ્યા છે, અને તેમણે સોશિયલ મીડિયા પર "જયચંદ" શબ્દનો ઉપયોગ કરીને તેમની આસપાસના "વિશ્વાસઘાતી" લોકો પર નિશાન સાધ્યું છે. આ હકાલપટ્ટી છતાં, તેજ પ્રતાપે તેમના જન્મદિવસ પર તેજસ્વીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી, જે સંબંધોમાં રહેલી જટિલતા દર્શાવે છે.
Y-પ્લસ સુરક્ષા મળ્યા બાદ તેજ પ્રતાપનું "જીવ જોખમમાં છે" એવું નિવેદન બિહારની ચૂંટણીના માહોલને વધુ તીવ્ર બનાવે છે. એક તરફ તેઓ તેમની પાર્ટીના ઉમેદવારોની જીતની લહેર હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ પારિવારિક અને રાજકીય વિવાદ મતદાન પર કેટલી અસર કરે છે.

(4:13 PM IST)