News of Sunday, 9th November 2025
ઉત્તર ભારતમાં શીતલહેર: દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે: દક્ષિણના ઊટીમાં અચાનક ઠંડી જામી: દેશના હવામાનમાં અત્યારે બેવડો મિજાજ જામ્યો
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ સહિત ૫ રાજ્યોના ૩૦ જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે: તો, દિલ્હી-એનસીઆરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૦ને પાર 'ગંભીર' શ્રેણીમાં યથાવત, ગાઢ ધુમ્મસની ચાદર

દેશના હવામાનમાં અત્યારે બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના મેદાની રાજ્યો શીતલહેરની ઝપેટમાં છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ભયાનક વાયુ પ્રદૂષણનો સામનો કરી રહી છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોના ૩૦ થી વધુ જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) ૪૦૦ને પાર 'ગંભીર' શ્રેણીમાં યથાવત છે, જેના કારણે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે.
આશ્ચર્યજનક રીતે, દક્ષિણ ભારતના તમિલનાડુના હિલ સ્ટેશન ઊટીમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે અને ઘાસ પર ઝાકળના ટીપાં જામી ગયા છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
